સાળંગપુરમાં 54 ફૂટની વિશાળકાય હનુમાન દાદાની પ્રતિમા બનીને થઇ ગઈ તૈયાર, આ તારીખથી દર્શનનો લ્હાવો લઇ શકશે ભાવિક ભક્તો.. જુઓ

7 કિલોમીટર દૂરથી જ થશે “કિંગ ઓફ સાળંગપુર”ની ભવ્ય પ્રતિમાના દર્શન, ગુજરાતનું સૌથી મોટું ભોજનાલય પણ બનીને તૈયાર, હવે આ તારીખની જોવાય છે રાહ

ગુજરાતની અંદર ઘણા બધા દેવ મંદિરો આવેલા છે અને આ મંદિરોનો ઇતિહાસ પણ ખુબ જ રોચક છે. ત્યારે દરેક મંદિરનું એક આગવું માહાત્મ્ય પણ છે. એવું જ એક મંદિર છે સાળંગપુરના હનુમાન દાદાનું. જે ભક્તોની આસ્થાનું એક પવિત્ર ધામ છે, આ મંદિરમાં રોજ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દૂર દૂરથી દર્શન કરવા માટે આવે છે અને દર્શન કરીને ધન્ય પણ બનતા હોય છે.

માત્ર ગુજરાતમાંથી જ નહિ આ મંદિરમાં દુનિયાભરના લોકો દર્શન કરવા માટે આવે છે. ફિલ્મી કલાકારોની પણ આ મંદિરમાં ખાસ આસ્થા છે અને વાર તહેવારે તે સાળંગપુરના કષ્ટભંજન દેવના દર્શન કરીને ધન્ય પણ બનતા હોય છે. ત્યારે હાલ આ મંદિરમાં હનુમાન દાદાની 54 ફૂટ જેટલી વિરાટ પ્રતિમા સ્થાપવાનું કામ પણ પૂર્ણ થઇ ગયું છે.

આ ભયવ પ્રતિમાનું લોકાર્પણ આગામી હનુમાન જ્યંતી એટલે કે 6 એપ્રિલના રોજ ગૃહમંત્રી અમિત શાહના હસ્તે કરવામાં આવશે. આ ઉરપટ ગુજરાતના સૌથી મોટા ભોજનાલયનું લોકાર્પણ પણ તેઓ કરવાના છે, ત્યારે ભક્તોમાં પણ આગામી 6 એપ્રિલને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

“કિંગ ઓફ સાળંગપુર”ની આ ભવ્ય પ્રતિમાના દર્શન 7 કિલોમીટર દૂરથી જ ભક્તો માણી શકશે. આ પ્રતિમા પંચ ધાતુમાંથી બનાવવામાં આવી છે. જેનું નિર્માણ હરિયાણાના ગુરુગ્રામ ખાતે કરવામાં આવ્યું છે. આ પ્રતિમાનું  અંદાજિત વજન આશરે 30 હજાર કિલોગ્રામ જેટલું છે અને આ દાદાની આ પ્રતિમા દક્ષિણ મુખે રાખવામાં આવી છે.

આ ઉપરાંત સાળંગપુરમાં ગુજરાતનું સૌથી મોટું ભોજનાલય પણ 55 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું છે. જેમાં એક સાથે જ ડાયનિંગ ટેબલ પર બેસીને 4 હજાર લોકો જમી શકે તેવી સુંદર વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જેની ઉદ્ઘાટન પણ 6 એપ્રિલના રોજ કરવામાં આવશે. ઉદ્ઘાટન સમારંભમાં સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ ડાયરાની પણ ઝાંખી જોવા મળશે.

Niraj Patel