બાળકના મોઢામાંથી નીકળ્યા 526 દાંત, ડોક્ટર પોતે પણ રહી ગયા હેરાન, જણાવ્યું આ મોટું કારણ

સામાન્ય રીતે મોઢાની અંદર 32 દાંત હોય છે. ઘણા લોકોને બે કે 5 દાંત કદાચ વધારે હોય એવા કિસ્સાઓ સાંભળવા મળ્યા હશે, પરંતુ હાલમાં એક કિસ્સો સામે આવી રહ્યો છે જેમાં એક 7 વર્ષના બાળકના મોઢાની અંદર 526 દાંત કાઢવામાં આવ્યા.

આ દાંત જડબાના હાડકામાં લાગેલા હતા, જે બહારથી દેખાતા નહોતા. ઓપરેશન બાદ હવે બાળકના મોઢામાં 21 જ દાંત વધ્યા છે. હેરાન કરી દેનારો આ મામલો તામિલનાડુની રાજધાની ચેન્નાઇની એક હોસ્પિટલમાંથી સામે આવ્યો છે.

પાંચ કલાકની સર્જરી બાદ બાળકના જડબા અને આખા મોઢાની અંદર થવા વાળો દુઃખાવો પણ મટી ગયો છે. રવિન્દ્ર નામના આ બલ્કે બુધવારના રોજ મીડિયા સામે પોતાનો ચહેરો અડીને બતાવ્યું કે તેના દાન અને જડબામાં દુઃખાવો નથી થઇ રહ્યો.

સ્વીટ ડેન્ટલ કોલેજના ડોક્ટર સેંથિલનાથને જણાવ્યું કે આ બીમારીની હજુ ઓળખ નથી થઇ શકી. ડોકટરે વધુમાં જણાવ્યું કે સર્જરી કરવાની જરૂર હતી. અમે બાજુનું હાડકું તોડવાની જગ્યાએ ઉપરથી ડ્રિલ કર્યું અને દાંત કાઢ્યા.

ડોક્ટર સેંથિલનાથને જણાવ્યું કે બાળકના જડબાના જમણા ભાગમાં 4X3 સેમીની ગાંઠ કાઢી ત્યારબાદ અમને ખબર પડી કે ત્યાં 526 દાંત રહેલા છે. ડોકટરે જણાવ્યું કે જનરલ એનેસ્થિસિયા આપીને અમે જડબાના ઉપરના બે ભાગમાં કાણું કર્યું. ત્યરબાદ થેલી જેવી વસ્તુને કાઢી નાખી. આ એક ફુગ્ગા જેવી હતી, જેમાં ઘણા બધા નાના દાંત હતા.

મીડિયા રિપોર્ટ પ્રમાણે 526 દાંત કાઢી નાખ્યા બાદ હવે રવીન્દ્રનાથ સંપૂર્ણ રીતે ઠીક છે. અને તેના મોઢામાં હવે ફક્ત સામાન્ય દાંત જ છે. ડોક્ટરોની સુઝબુઝના કારણે આજે રવીન્દ્રનાથ ખુશહાલ જીવન જીવી રહ્યો છે.

Niraj Patel