પબજી રમવા મામલે વિદ્યાર્થીની કરપીણ હત્યા: એવું શું થયું કે પડોશીએ હત્યા કરી નાખી? જાણો

ઘણા લોકોને ગેમની લત લાગી હોય છે પરંતુ તે લોકોને એ વાતની જાણ હોતી નથી કે એક ગેમ તેમનો જીવ પણ લઇ શકે છે. હાલમાં આવો જ એક સનસનીખેજ કિસ્સો સામે આવ્યો છે, જેમાં PUBG અને FREE FIRE ગેમની લતને 5000 રૂપિયાના વાઉચરના લેણદેણમાં એક 16-17 વર્ષિય માસૂમનો જીવ જતો રહ્યો.

ઘટનાની વિગત તપાસીએ તો, શુક્રવારે મોડી સાંજે નાગદા પોલિસને સૂચના મળી કે રાજેશ ગુર્જરવાડિયા સાંજે 6 વાગ્યે કરાટે ક્લાસ બાદથી જ ઘરે પાછો આવ્યો નથી અને ગાયબ થઇ ગયો છે. જે બાદ મોડી રાત્રે તેની લાશ કોલોની પાસે જ મળી.

પ્રતિકાત્મક તસવીર

મધ્યપ્રદેશમાં PUBG અને FREE FIRE ગેમની લત એક વિદ્યાર્થી માટે હત્યાનું કારણ બની ગઇ. ઉજ્જૈનના નાગદાના યુવકે ગેમના ટોપઅપ માટે પાડોશી યુવક પાસેથી 5 હજાર રૂપિયા ઉધાર લીધા હતા. જયારે રૂપિયા પાછા ના આવવા પર પાડોશી સાથે ઝઘડો થઇ ગયો હતો, તે બાદ મામલો એટલો વધ્યો કે પાડોશીએ તેનુ અપહરણ કરી લીધુ અને ગળુ દબાવીને હત્યા કરી દીધી. પોલિસને તેની લાશ બિડલા ગ્રામ થાના ક્ષેત્રમાં જર્જર પડી BCI કોલોનીમાં મળી હતી.

પ્રતિકાત્મક તસવીર

પોલિસે રવિવારના રોજ આરોપીની ધરપકડ કરી લીધી છે. તેનાથી પૂછપરછ થઇ રહી છે. પોલિસે જણાવ્યુ કે, શિવ લોકોની બેરછા રોડના રહેવાસી રિતેશ ગુર્જરવાડિયા જે 17 વર્ષનો હતો અને તે ધોરણ 11નો વિદ્યાર્થી હતો. તેને PUBG અને FREE FIRE ગેમની લત હતી.

પ્રતિકાત્મક તસવીર

રિતેશે ગેમ લેવલ પાર કરવા માટે ટોપઅપ કરાવ્યુ હતુ, તેના માટે તેણે પાડોશી યુવક પાસેથી 5 હજાર રૂપિયા ઉધાર લીધા હતા. રિતેશ કરાટે ક્લાસથી ઘરે આવ્યો ન હતો અને તે બાદ લગભગ 8 વાગ્યા આસપાસ ઘરવાળા પાસે એક ફોન આવ્યો અને 1 લાખની ફિરૌતી માંગવામાં આવી, મધ્યમ પરિવાર પૈસા એકઠો કરતો કે તે પહેલા જ લગભગ 12 કલાકની અંદર પોલિસને સૂચના મળી કે બિરલાગ્રામ ક્ષેત્રમાં બંધ ખંડર BCI કોલોનીમાં એક બાળકની લાશ પડી છે.

Shah Jina