...
   

50 વર્ષના આધેડ શિક્ષકનું તેના જ ટ્યુશનમાં આવતી 20 વર્ષની વિદ્યાર્થીની પર આવ્યું દિલ, મંદિરમાં ફરી લીધા ફેરા, વીડિયો થયો વાયરલ

50 વર્ષનો આધેડ ટીચર 20 વર્ષની વિદ્યાર્થી સાથે લફડું કરી બેઠો, મંદિરમાં ફરી લીધા ફેરા, વીડિયો થયો વાયરલ

આજના સમયમાં પ્રેમમાં નાત જાત ઉપરાંત ઉંમરના પણ બંધનો નથી જોવામાં આવતા. છેલ્લા ઘણા સમયથી એવી ઘણી ખબરો સામે આવી છે જેમાં લગ્ન અને પ્રેમમાં ઉંમરના બંધનો તૂટી જતા જોવા મળે છે અને ઘણા મોટી ઉંમરના લોકો તેનાથી નાની ઉંમરની વ્યક્તિ સાથે પણ લગ્ન કરી લેતા હોય છે, અને પછી આવા લગ્ન ચર્ચામાં આવી જતા હોય છે. હાલ આવા જ એક લગ્ન ચર્ચામાં આવ્યા છે, જેમાં એક 50 વર્ષના શિક્ષકે 20 વર્ષની વિદ્યાર્થીની સાથે લગ્ન કરી લીધા છે.

આ મામલો સામે આવ્યો છે બિહારના સમસ્તીપૂરમાંથી. જ્યાં એક 20 વર્ષની વિદ્યાર્થીની અંગ્રેજીના ટ્યુશન માટે ઘરેથી થોડે જ દૂર આવેલા એક કોચિંગ સેન્ટરમાં જતી હતી. જ્યાં તેને 50 વર્ષના અંગ્રેજી ભણાવતા શિક્ષક સાથે આંખ મળી ગઈ અને બંને વચ્ચે પ્રેમ પણ થઇ ગયો. આ બંનેના પ્રેમનો પરવાનો એવો ચઢ્યો કે બંનેએ મંદિરમાં જઈને લગ્ન કરી લીધા. આ બંનેના લગ્નનો એક વીડિયો પણ હાલ સામે આવ્યો છે, જે સોશિયલ મીડિયામાં જંગલની આગની જેમ વાયરલ પણ થઇ રહ્યો છે.

વીડિયોની અંદર લગ્નના બંધનમાં બંધાતા વિદ્યાર્થીની અને શિક્ષક બંને ખુબ જ ખુશ જોવા મળી રહ્યા છે. આ વિદ્યાર્થીનીનું નામ શ્વેતા છે અને તેની ઉંમર ફક્ત 20 વર્ષની જ છે તે રોસડાની રહેવાસી છે. જયારે શિક્ષકનું નામ સંગીત કુમાર છે. બંનેને ટ્યુશનની અંદર જ એક બીજા સાથે પ્રેમ થઇ ગયો અને પછી એક બીજા સાથે જીવવા મરવાના વાયદા પણ કરી લીધા. ગત ગુરુવારના રોજ બંનેએ સમસ્તીપુરના કોઈ મંદિરમાં જઈને લગ્ન કરી લીધા. આ દરમિયાન કેટલાક ઓળખીતા લોકો પણ ત્યાં હાજર રહ્યા હતા.

બંનેના લગ્નનો વીડિયો પણ બનાવવામાં આવ્યો. જે હવે વાયરલ થઇ રહ્યો છે અને ઠેર ઠેર તેમના લગ્નની ચર્ચાઓ પણ ચાલી રહી છે. 50 વર્ષની ઉંમરના આડેધ શિક્ષક સંગીતની પત્નીનું ઘણા વર્ષો પહેલા જ અવસાન થઇ ગયું હતું, તેને બીજા લગ્ન પણ નહોતા કર્યા. શ્વેતા અને સંગીતના ઘર વચ્ચે પણ ફક્ત 800 મીટરનું અંતર છે. ત્યારે હાલ આ લગ્નની ચર્ચાઓ પણ જોર શોરથી ચાલી રહી છે.

Niraj Patel