સારા અલી ખાને ફરી સુશાંત સિંહ રાજપૂતને કર્યો યાદ, પોસ્ટ શેર કરી લખ્યુ- ‘અડધો દાયકો થઈ ગયો…’

સારાએ સુશાંત સિંહ રાજપૂતને કર્યો યાદ : સારાની પહેલી ફિલ્મ ‘કેદારનાથ’ 7 ડિસેમ્બરે થઇ હતી રીલિઝ, સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી શેર

કેદારનાથના 5 વર્ષ પૂરા થવા પર ચાહકોને આવી સુશાંતની યાદ, સારાએ પોસ્ટ શેર કરી માન્યો આભાર

સારા અલી ખાન અને સુશાંત સિંહ રાજપૂત વર્ષ 2018માં અભિષેક કપૂરના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ‘કેદારનાથ’માં જોવા મળ્યા હતા. આ ફિલ્મથી સારા અલી ખાને બોલિવુડમાં તેનું ડેબ્યુ કર્યુ હતુ. આ ફિલ્મ બોક્સઓફિસ પર હિટ રહી હતી. આજે પણ આ ફિલ્મને ઘણી પસંદ કરવામાં આવે છે. આ ફિલ્મ વર્ષ 2013માં કેદારનાથ ત્રાસદી પર આધારિત છે અને 7 ડિસેમ્બરે આ ફિલ્મને પૂરા પાંચ વર્ષ થઇ ગયા છે.

સારા-સુશાંતની કેદારનાથને થયા 5 વર્ષ પૂરા

આ ખાસ અવસર પર સારા અલી ખાને ગયા વર્ષની જેમ જ વર્ષે પણ સુશાંતને યાદ કરતા એક ઇમોશનલ પોસ્ટ શેર કરી છે. પોસ્ટમાં સારા અને સુશાંત સાથે જોવા મળી રહ્યા છે. ફિલ્મના કેટલાક સીન પણ સારાએ વીડિયોમાં એડ કર્યા છે. આ ઉપરાંત એક્ટ્રેસે એક ઇમોશનલ લાઇન લખી છે, જે તેના ચાહકોને ઘણી પસંદ આવી રહી છે.

સારાને બોલિવુડ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરે અડધો દાયકો થયો

આ પહેલા સારાએ છેલ્લા વર્ષે આ ફિલ્મને ચાર વર્ષ પૂરા થવા પર પોસ્ટ શેર કરી સુશાંતને ઇમોશનલ અંદાજમાં યાદ કર્યો હતો. ત્યારે હાલમાં સારાએ ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરી, જેમાં તેને ઇન્ડસ્ટ્રીમાં પાંચ વર્ષ પૂરા થવા પર શુભકામના આપવામાં આવી હતી. આ તસવીરમાં ફેને ઘણી ફિલ્મોના લુકની તસવીર કોલાબ કરી હતી.

સારાની અપકમિંગ ફિલ્મ ‘એ વતન મેરે વતન’

આ સાથે લખ્યુ હતુ કે- આગળ શું થશે તે જાણવા માટે રાહ નથી જોઇ શકતા. વધતા રહો, ચમકતા રહો, ILY. આ સાથે સારા અલી ખાને લખ્યુ- અડધો દાયકો થઇ ગયો ? પોસ્ટ પર સારા અને સુશાંતની ફિલ્મ કેદારનાથનું ગીત સ્વીટહાર્ટ લગાવેલુ હતુ. જણાવી દઇએ કે, સારા અલી ખાન કરણ જોહરની અપકમિંગ ફિલ્મ ‘એ વતન મેરે વતન’માં જોવા મળશે. આ ફિલ્મ આવતા વર્ષે 2024માં રીલિઝ થશે.

 

View this post on Instagram

 

A post shared by Sara Ali Khan (@saraalikhan95)

Shah Jina