દેવેંદ્ર ફડણવીસે PM મોદીને લખ્યો હતો પત્ર અને પછી મોદીજીએ કરી દીધો કમાલ- જાણો સમગ્ર વિગત
મુંબઇની એક હોસ્પિટલમાં 5 મહિનાની બાળકી તીરા કામત જીવન અને મૃત્યુ સામે લડી રહી છે. તેને SMA Type1 બીમારી છે. જેની સારવાર અમેરિકાથી આવી રહેલ Zolgensma ઇંજેક્શન પર જ મુમકિન છે. આ લગભગ 16 કરોડ રૂપિયાનું ઇંજેક્શન છે. તેના પર 6.5 કરોડ રૂપિયા ટેક્સ અલગથી ચૂકાવવો પડતો હોય છે.
ઇંજેક્શન એટલું મોંધુ છે કે સામાન્ય માણસ માટે તે ખરીદવું એ ના બરાબર છે. તીરાના પરિવાર માટે પણ આ મુશ્કેલ છે. તેના પિતા આઇટી કંપનીમાં નોકરી કરે છે. તેની માતા ઇલેસ્ટ્રેટર છે. આવામાં તેમણે સોશિયલ મીડિયા પર એક પેજ બનાવ્યુ છે અને તેના પર ફંડિંગ શરૂ કર્યું છે.
મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેંદ્ર ફડણવીસે આ વાત પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને એક પત્ર લખ્યો હતો. જે બાદ આ ઇંજેક્શનના ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવી છે.
દેવેંદ્ર ફડણવીસે આ વાત પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને એક પત્ર લખ્યો હતો અને અપીલ કરી હતી કે, બહારથી જે ઇંજેક્શન આવવાનું છે તેના ટેક્સમાં છૂટ આપવામાં આવે કારણ કે બાળકીની સારવાર થઇ શકે. જેના પર પીએમઓ તરફથી એક્શન લેવામાં આવી છે અને ટેક્સમાં છૂટ આપવામાં આવી છે.
તીરા કામતને 13 જાન્યુઆરીએ મુંબઇના SRCC ચિલ્ડ્રન હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતા. તેને વેન્ટિલેટર પર રાખવામાં આવી હતી.