એડવેંચર માટે ટાઇટેનિકનો કાટમાળ જોવા જવો 5 અરબપતિઓને મોંઘો પડ્યો, જાણો કેવી રીતે થયો અકસ્માત અને કોણ છે અરબપતિઓ

ટાઇટેનિકના ચક્કરમાં સમુદ્રમાં મોતને ભેટેલા 5 કોઇ માથુ ફરેલા નથી પણ છે દુનિયાના લોકો

આ કહાનીનો એક છેડો વર્ષ 1912થી શરૂ થાય છે. 15મી એપ્રિલ તારીખ… યુકે સાઉથૈમ્પ્ટન શહેર. ટાઈટેનિક નામનું જહાજ ન્યુયોર્ક જવા રવાના થયું. તેની પ્રથમ સફરમાં જહાજ આઇસબર્ગ સાથે અથડાયું હતું. જહાજમાં સવાર 2200 યાત્રીઓ અને ક્રૂ મેમ્બરોમાંથી 1500થી વધુના મોત થયા હતા. સમુદ્રના તળિયે જહાજનો કાટમાળ શોધવામાં લગભગ 63 વર્ષનો સમય લાગ્યો હતો. 1985માં ટાઇટેનિકનો કાટમાળ કેનેડાના દરિયાકિનારે લગભગ 650 કિલોમીટર દૂર મળી આવ્યો હતો. કટ ટુ 18 જૂન 2023. ‘ટાઈટન’ નામની એક ટુરિસ્ટ સબમરીન એટલાન્ટિકની ઊંડાઈમાં ઉતરી.

જેમાં સવાર પાંચ પ્રવાસીઓ ટાઈટેનિકનો કાટમાળ જોવા માંગતા હતા. થોડા કલાકો બાદ સબમરીનનો સપોર્ટ શિપ સાથે સંપર્ક તૂટી ગયો અને ગુમ થઈ ગઈ. તે બાદ સબમરીનને શોધવાનું ઓપરેશન ચલાવવામાં આવ્યુ. ટાઈટન સબમરીન બનાવનારી કંપનીના જણાવ્યા અનુસાર તેમાં સવાર પાંચ લોકો લગભગ 96 કલાક સુધી જીવિત રહી શકે છે. જો ટાઇટનમાં ફીટ કરેલી બેટરીનો પુરવઠો સમાપ્ત થઈ જાય તો તેના હીટર કામ ન કરી શકે. ગરમી અને ઓક્સિજનની અછતને કારણે તેઓનો જીવ જઇ શકે છે. ત્યારે હવે તમને જણાવીએ કે એટલાન્ટિક મહાસાગરમાં જીવ ગુમાવનારા પાંચ લોકો કોણ છે?

સાઉથ પોલની ઘણી યાત્રાઓ કરી ચૂકેલ હેમિશ હાર્ડિંગ
58 વર્ષીય અબજોપતિ હેમિશ બ્રિટનની ખાનગી એરક્રાફ્ટ કંપની એક્શન એવિએશનના વડા છે. હેમિશે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી નેચરલ સાયન્સ અને કેમિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. તે એવિએટર, સ્કાયડાઇવર અને એક્સપ્લોરર્સ ક્લબના ટ્રસ્ટી પણ છે. હાર્ડિંગે એન્ટાર્કટિક લક્ઝરી ટૂરિસ્ટ કંપની ‘વ્હાઈટ ડેઝર્ટ’ સાથે પણ કામ કર્યું છે. કંપનીએ એન્ટાર્કટિકા માટે પ્રથમ જેટ સેવા શરૂ કરી હતી.

હામિશ હાર્ડિંગે દક્ષિણ ધ્રુવની અનેક યાત્રાઓ કરી છે. વર્ષ 2016માં તે ચંદ્ર પર પગ મૂકનાર અવકાશયાત્રી બઝ એલ્ડ્રિન સાથે દક્ષિણ ધ્રુવની યાત્રા પર ગયા હતા. એલ્ડ્રિન 86 વર્ષની વયે દક્ષિણ ધ્રુવ પર પહોંચનાર સૌથી વૃદ્ધ વ્યક્તિ બન્યા. એટલું જ નહીં હાર્ડિંગ ગયા વર્ષે જેફ બેઝોસની બ્લુ ઓરિજિન કંપની સાથે સ્પેસ ટ્રિપ પર પણ ગયા હતા. તે વિશ્વની સૌથી ઊંડી ખાઈ ચેલેન્જર ડીપમાં પણ ઉતર્યા છે. આ સ્થાન પરનો સમુદ્ર (પેસિફિક મહાસાગર) વિશ્વનો સૌથી ઊંડો છે.

પાકિસ્તાનના પ્રિન્સ અને સુલેમાન દાઉદ
48 વર્ષીય પ્રિન્સ દાઉદ યુકે સ્થિત પાકિસ્તાની કેમિકલ-ટુ-એનર્જી કંપની એગ્રો કોર્પોરેશનના વાઇસ ચેરમેન છે. તેમની કંપની ખાતર અને પેટ્રોકેમિકલ ઉત્પાદનો માટે જાણીતી છે. આ ઉપરાંત એન્ગ્રો કોર્પોરેશન તેના એન્જિનિયરિંગ પ્રોજેક્ટ્સ માટે પણ જાણીતું છે. આ કંપની પાકિસ્તાનની સૌથી મોટી કંપની છે. પ્રિન્સ દાઉદ કિંગ ચાર્લ્સની ચેરિટી પ્રિન્સ ટ્રસ્ટ ઇન્ટરનેશનલના બોર્ડ મેમ્બર પણ છે. ગાર્ડિયનના અહેવાલ મુજબ, શાહજાદાનો 19 વર્ષીય પુત્ર સુલેમાન દાઉદ પણ તેની સાથે હતો.

‘મિસ્ટર ટાઇટેનિક’ પોલ હેનરી નાર્જિયોલે
‘મિસ્ટર ટાઇટેનિક’ના નામથી જાણીતા પોલ ફ્રેન્ચ નેવીમાં કમાન્ડર રહી ચૂક્યા છે. તેઓ છેલ્લા 35 વર્ષથી ટાઇટેનિક વિશે સંશોધન કરી રહ્યા છે. એટલું જ નહીં, પોલ ભૂતકાળમાં ટાઈટેનિક પરના અભિયાનોનો હિસ્સો રહી ચૂક્યો છે. વર્ષ 1987માં ટાઇટેનિકના કાટમાળમાંથી કેટલીક વસ્તુઓ લાવવામાં આવી હતી. પોલ આ ટીમનો ભાગ હતો. એક ઈન્ટરવ્યુમાં તેણે કહ્યું હતું કે ટાઈટેનિકનો કાટમાળ સંપૂર્ણ અંધકારમાં પડ્યો છે. પોલના કહેવા પ્રમાણે, ટાઈટેનિકની આસપાસ અનેક દરિયાઈ જીવો રહે છે. ટાઇટેનિક એ વિશાળ રણમાં લીલી જમીન જેવું છે.

એશિયન ગેટના સીઇઓ સ્ટોકટન રશ
રશ એ ઓશન ગેટના ચીફ એક્ઝિક્યુટિવ અને સ્થાપક છે, જે કંપનીએ ટાઇટેનિકનું આ મિશન કર્યું હતું. ઓશન ગેટની વેબસાઇટ અનુસાર, રશ કંપનીની નાણાકીય અને એન્જિનિયરિંગ વ્યૂહરચના પર દેખરેખ રાખે છે. 1981માં, 19 વર્ષની ઉંમરે, તેણે યુનાઈટેડ એરલાઈન્સ જેટ ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યૂટમાંથી લાઇસન્સ લીધું. તે સમયે તે વિશ્વનો સૌથી યુવા જેટ ટ્રાન્સપોર્ટ પાઈલટ બન્યા. સ્ટોકટન રશ પ્રિન્સટન યુનિવર્સિટીમાંથી એરોસ્પેસ એન્જિનિયરિંગની ડિગ્રી ધરાવે છે.

રશે કેલિફોર્નિયા યુનિવર્સિટીની બર્કલે હાસ સ્કૂલ ઑફ બિઝનેસમાંથી એમબીએની ડિગ્રી મેળવી છે. ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટ અનુસાર ટાઈટેનિકની સફર પર જનાર આ સબમરીનનો પ્રતિ વ્યક્તિ ખર્ચ 2 કરોડ 28 લાખ રૂપિયાથી વધુ છે. યાત્રા ન્યૂફાઉન્ડલેન્ડના સેંટ જોન્સથી શરૂ થાય છે. ટાઇટેનિકના કાટમાળ સુધી પહોંચવામાં અને પાછા ફરવામાં કુલ આઠ કલાક લાગે છે. ઓશિયન ગેટની વેબસાઈટ મુજબ કંપની પાસે કુલ ત્રણ સબમરીન છે. પરંતુ આ ત્રણમાંથી માત્ર ટાઇટન પાસે જ ટાઇટેનિકના કાટમાળ સુધી પહોંચવાની ક્ષમતા છે. તેનું વજન 10 હજાર 432 કિલો છે.

કંપની અનુસાર, સબમરીન 13 હજાર 100 ફૂટની ઉંડાઈ સુધી જઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યું છે કે સબમરીનમાં વિસ્ફોટ થયો હતો, ત્યારબાદ આ દુર્ઘટના સર્જાઇ. કેનેડાના જહાજ પર તૈનાત રોબોટ દ્વારા સબમરીનનો કાટમાળ શોધી કાઢવામાં આવ્યો છે.

ટાઇટેનિક ટુરિઝમ પર ઓશિયન ગેટ કંપનીની ટાઇટન સબમરીન 18 જૂને રવાના થઇ હતી. પરંતુ શરૂઆતના કલાકોમાં જ સંપર્ક તૂટી ગયો હતો અને ત્યારથી અકસ્માતની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી હતી.લાંબા સર્ચ પછી માહિતી મળી કે સબમરીનમાં વિસ્ફોટ થયો હતો અને તેમાં સવાર તમામ લોકોના મોત થયા છે. કેનેડાના જહાજના રોબોટની શોધમાં દરિયામાં 5 ભાગોમાં કાટમાળ જોવા મળ્યાની વાત સામે આવી છે.

OceanGate એ મૃતકોને શ્રદ્ધાંજલિ આપતા નિવેદન બહાર પાડ્યું. આ દુર્ઘટના બાદ ટાઈટેનિક ટુરિઝમ પર પણ સવાલો ઉઠી રહ્યા છે કે આ લોકો કાટમાળ જોવા માટે સમુદ્રમાં આટલા ઊંડા ઉતરવા કેમ ઈચ્છતા હતા. 111 વર્ષ પહેલાં 15 એપ્રિલ 1912ના રોજ વિશ્વની સૌથી મોટી દરિયાઈ દુર્ઘટના બની હતી. ટાઈટેનિક ડૂબી ગયું અને આ દુર્ઘટનામાં 1573 લોકોના મોત થયા. બ્રિટીશ

Shah Jina