રસ્તા ઉપર પડી હતી લાવારિસ બેગ, પોલીસકર્મીએ ખોલીને જોયું તો અંદર હતા 45 લાખ રૂપિયા, પછી કર્યું એવું કામ કે જાણીને તેની ઈમાનદારીને કરશો સલામ

આજના સમયમાં પૈસા દરેક વ્યક્તિની જરૂરિયાત છે અને પૈસા કમાવવા માટે લોકો દિવસ રાત મહેનત પણ કરતા હોય છે. ઘણા લોકો ખોટી રીતે પણ પૈસા કમાતા હોય છે, જયારે ઘણા લોકો એવા પણ હોય છે જે ઈમાનદારીના પૈસાથી જ પોતાનો રોટલો ખાવાનું ઇચ્છતા હોય છે, તેમને લાખો કરોડો રૂપિયા સાથે પણ કોઈ મતલબ નથી હોતો, જેનું એક તાજું ઉદાહરણ એક પોલીસ કોન્સ્ટેબલે આપ્યું.

છત્તીસગઢના એક ટ્રાફિક કોન્સ્ટેબલે નોટોથી ભરેલી થેલી મળ્યા બાદ બતાવેલી ઈમાનદારીના દરેક જગ્યાએ વખાણ થઈ રહ્યા છે. રાજધાની રાયપુરમાં ટ્રાફિક કોન્સ્ટેબલ નીલામ્બર સિન્હા જ્યારે ફરજ પર હતા, ત્યારે તેમને રસ્તા પર પૈસાથી ભરેલી બેગ મળી હતી જે તેણે પોલીસ સ્ટેશનમાં જમા કરાવી હતી. આ બેગમાં લગભગ 45 લાખ રૂપિયા હતા. બેગમાં પૈસાની સાથે કેટલાક મહત્વપૂર્ણ કાગળો અને ઘરેણાં પણ હતા. આ ટ્રાફિક હવાલદારની સર્વત્ર પ્રશંસા થઈ રહી છે.

પૈસા ભરેલી બેગ મળ્યા પછી પણ નીલામ્બર સિન્હાના ઈરાદામાં કોઈ ખામી ન હતી અને તેમણે ઈમાનદારીથી અધિકારીઓને બેગ સોંપી દીધી હતી. એરપોર્ટ નજીક ટ્રાફિક કોન્સ્ટેબલ ફરજ બજાવી રહ્યા હતા. જ્યારે તે પોતાની ફરજ પૂરી કરીને પરત ફરી રહ્યો હતો ત્યારે તેને રસ્તા પર એક બેગ પડેલી જોવા મળી હતી. આ બેગ ખોલીને જોયું તો બેગમાં 500 અને 2000ની નોટો હતી. આ પછી તેણે તેના અધિકારીઓને આ માહિતી આપી.

રાયપુર પોલીસના જણાવ્યા અનુસાર, 23 જુલાઈએ પોલીસ સ્ટેશન કાયાબંધ નવા રાયપુરમાં ફરજ બજાવતા નિલામ્બર સિન્હાને એક બેગ મળી જેમાં નોટો ભરેલી હતી. જે બેગમાંથી પૈસા મળ્યા તે સફેદ કલરની હતી. આ માહિતી પોલીસકર્મીએ પોતાના વરિષ્ઠ અધિકારીઓને આપી હતી. આ પછી તે નોટોથી ભરેલી બેગ સિવિલ લાઈન્સ પોલીસ સ્ટેશન લઈ આવ્યો અને જમા કરાવ્યો. હાલ પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે નોટો ભરેલી બેગ કોની છે.

નીલામ્બર સિંઘાના હાલ સોશિયલ મીડિયા પર વખાણ થઈ રહ્યા છે. આ સાથે રાયપુર પોલીસના વરિષ્ઠ અધિકારીઓએ તેના માટે ઈનામની જાહેરાત કરી છે. જોકે, ઈનામની રકમ કેટલી હશે અને ક્યારે આપવામાં આવશે તે પોલીસ દ્વારા આપવામાં આવ્યું નથી. સોશિયલ મીડિયામાં પણ તેમના આ કામની લોકો ભરપૂર પ્રસંશા કરી રહ્યા છે.

Niraj Patel