અજબ પ્રેમ કી ગજબ કહાની ! દીકરા અને પતિને છોડી 43 વર્ષિય મહિલાને 11 વર્ષ નાના કોન્સ્ટેબલ સાથે થયો પ્રેમ, કર્યુ એવું કે…

43 વર્ષની આ સ્ત્રીને 11 વર્ષ નાના કોન્સ્ટેબલના પ્રેમમાં પડી અને પતિ અને છોકરાઓને પણ છોડી દીધા, પછી કર્યો ધડાકો

પ્રેમમાં તો લોકો ભાન ભૂલી જતા હોય છે અને કંઇ પણ કરવા માટે તૈયાર થઇ જતા હોય છે. ઘણીવાર એવી એવી ઘટના સામે આવતી હોય છે જે સાંભળી આપણે હેરાન રહી જઇએ. હાલ એક એવી ઘટના સામે આવી છે, જેમાં એક પરણિત સ્ત્રી એક પરણિત પુરુષના પ્રેમમાં પડી જાય છે અને તે તેના પ્રેમીને મેળવવા માટે ધરણા પર પણ બેસી જાય છે. મધ્યપ્રદેશના દમોહમાં અજબ પ્રેમની અદભુત કહાની સામે આવી છે. અહીં એક મહિલાએ કોન્સ્ટેબલને પોતાનું દિલ આપી દીધું અને પ્રેમ મેળવવા માટે કોતવાલી સામે ધરણા પર બેસી ગઈ.

મહિલાની ઉંમર 43 વર્ષની છે અને તે જે કોન્સ્ટેબલને પ્રેમ કરે છે તે તેના કરતા 11 વર્ષ નાની છે અને તે પરિણીત પણ છે. પોતે પરિણીત હોવા છતાં મહિલા કોન્સ્ટેબલ સાથે લગ્ન કરવાની જીદ પર અડગ છે અને તેણે પોતાનો પરિવાર પણ છોડી દીધો છે. હટાના ભીદરી ગામની રહેવાસી 43 વર્ષીય મહિલા વિનીતા સિટી કોતવાલીમાં તૈનાત કોન્સ્ટેબલ આકાશ સાથે લગ્ન કરવા માંગે છે. આકાશના પ્રેમમાં પડી ગયેલી વિનીતા કોન્સ્ટેબલના નામનું બેનર અને હાથમાં ત્રિરંગો ઝંડો લઈને કોતવાલી સામે ધરણા પર બેસી ગઈ હતી.

વિનીતાનું કહેવું છે કે તેણે ત્રણ વર્ષ પહેલા કોન્સ્ટેબલ સમક્ષ પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો અને લગ્ન કરવાની વાત કરી હતી. ફેસબુક પર કોન્સ્ટેબલ આકાશની તસવીર જોઈને તે તેના પ્રેમમાં પડી ગઈ હતી. આશ્ચર્યની વાત એ છે કે વિનીતા અને કોન્સ્ટેબલ આકાશ બંને પરિણીત છે. વિનિતાનું કહેવું છે કે જ્યાં સુધી સરકારી કોન્સ્ટેબલ તેને લગ્નના બંધનમાં ન બાંધે ત્યાં સુધી તે આવું જ પ્રદર્શન કરશે. એક મેગેઝીનના સવાલ પર વિનીતાએ જણાવ્યું કે, તેણે પહેલીવાર કોન્સ્ટેબલ સાથે ફોન પર વાત કરી હતી અને કોન્સ્ટેબલે આગળ આવવાનું કહ્યું હતું અને સ્વીકારવા સંમત થયા હતા.

પરંતુ જ્યારે તેણી કોતવાલી પહોંચી ત્યારે તેને સાંભળવામાં આવી ન હતી. તપાસમાં જાણવા મળ્યું છે કે આ પ્રદર્શન પહેલા પણ આ મહિલાએ પોલીસ અધિકારીઓ સમક્ષ પોતાની માંગણી મૂકી હતી, પરંતુ પોલીસે તેની ઈચ્છાને ગાંડપણ ગણાવી હતી  કહેવામાં આવી રહ્યું છે કે આકાશના પ્રેમમાં પડ્યા બાદ વિનિતા લગભગ 3 વર્ષ પહેલા તેના પતિ અને બાળકને છોડીને ચાલી ગઈ છે અને હટામાં ભાડાના મકાનમાં એકલી રહે છે.

જ્યારે આ મામલામાં કોન્સ્ટેબલ આકાશ પાઠક સાથે વાત કરવામાં આવી તો તેણે કહ્યું કે આ મહિલા સાથે તેનો કોઈ સંબંધ નથી. તે ક્યારેય મહિલાને મળ્યો પણ નહોતો. આકાશે જણાવ્યું કે, મહિલા ત્રણ વર્ષ પહેલા અચાનક કોતવાલી આવી હતી અને ત્યારથી સતત કોતવાલી આવે છે. હું પોતે પરિણીત છું, મારો પોતાનો પરિવાર છે, હું પોતે પણ આ સ્ત્રીની હરકતોથી ખૂબ પરેશાન થઈ ગયો છું. આ કિસ્સો લગભગ એકાદ મહીના પહેલાનો છે.

Shah Jina