કેનેડામાં 2018 બાદથી સૌથી વધારે ભારતીય વિદ્યાર્થીઓના મોત…જાણો સમગ્ર મામલો

આજકાલ પંજાબના લોકોની વિદેશ માટે પહેલી પસંદ કેનેડા છે. પંજાબના મોટાભાગના વિદ્યાર્થીઓ કેનેડા ભણવા જવા માગે છે. પંજાબના યુવાનો કેનેડાની પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં અભ્યાસ કરવાની તકો શોધે છે. જણાવી દઈએ કે સારી જિંદગી જીવવા માટે કેનેડા સિવાય બીજી કોઈ જગ્યા નથી એવું ઘણા લોકો માને છે. આજના સમયમાં કેનેડા શ્રેષ્ઠ સ્થળ ગણાય છે અને એનું કારણ એ પણ છે કે અહીં જીવનની ગુણવત્તા ઉત્તમ છે. જો અભ્યાસ માટે વિદેશ જવાની વાત આવે તો, ભારતીય વિદ્યાર્થીઓ કેનેડાને પોતાની યાદીમાં ટોચ પર રાખે છે.

જ્યારે મોટાભાગના વિદ્યાર્થીઓ કેનેડાને કેમ પસંદ કરે છે તો કેનેડા અન્ય દેશોની તુલનામાં સસ્તું છે, પેપર ઔપચારિકતા સરળ છે. જો કે, છેલ્લા કેટલાક સમયમાં વિદેશમાંથી ભારતીયોની મોતના ઘણા કિસ્સા સામે આવી ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે, કેનેડા અને ભારતની વચ્ચે છેલ્લાં થોડા સમયથી સંબંધો બગડ્યાં છે અને ખાસ કરીને હરદીપ સિંહ નિજ્જરના મોત બાદથી તો તણાવની સ્થિતિ પેદા થઈ છે.

જો કે, તેમ છતાં પણ ભારતીય વિદ્યાર્થીઓ કેનેડા જવા માટે ઉત્સુક રહેતા હોય છે. જો કે, હાલમાં જે ખબર સામે આવી છે, તેણે ચિંતા વધારી છે. કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓનાં મોતનાં આંકડા સામે આવ્યા છે અને 2018 બાદથી વિદેશોમાં ભારતીય વિદ્યાર્થીઓના મોત સૌથી વધારે નોંધાયા છે, જેમાં કેનેડાનો આંકડો ચોંકાવનારો છે. રિપોર્ટસ્ અનુસાર છેલ્લાં પાંચ વર્ષોમાં એટલે કે 2018 પછીથી વિદેશમાં 403 ભારતીય વિદ્યાર્થીઓના મોત વિદેશ મંત્રાલય દ્વારા નોંધાયા છે.

જેમાંથી 91 કેનેડા, બ્રિટન 48, રશિયા 40, અમેરિકા 36 અને ઓસ્ટ્રેલિયામાં 35 વિદ્યાર્થીઓના મોત નોંધાયા છે. આ પર કેનેડિયન સરકારે ચિંતા પણ વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું- તેઓ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સ્થિતિ સુધારવાની દિશામાં પગલા ભરી રહ્યા છે. કેનેડા સરકારનું લક્ષ્ય 2024-2025નાં શૈક્ષણિક વર્ષની શરૂઆતથી પહેલા આ નવા ઐતિહાસિક પગલાઓ લાગુ કરવાનું છે.

Shah Jina