માતા ન ચૂકવી શકી દેવું તો 11 વર્ષની દીકરી સાથે 40 વર્ષના ઢાંઢા અને બે બાળકોના બાપે કરી લીધા લગ્ન, લોકો ભડક્યા આ બધું જોઈને

11 વર્ષની દીકરી બની બલીનો બકરો, 40 વર્ષના ઢાંઢાએ કર્યા જબરદસ્તી લગ્ન, વાંચો આખો મામલો

ગુજરાત સહિત દેશભરમાંથી ઘણીવાર એવી એવી ચોંકાવનારી ઘટના સામે આવે છે કે આપણે પણ હેરાન રહી જઇએ. ત્યારે હાલમાં બિહારમાં એક ઘટના બની છે, જેના વિશે જાણીને તમે વિચારવા લાગશો કે શું આપણે હજારો વર્ષ પાછળ ચાલ્યા ગયા છીએ શું ? ઘટના એવી છે જે ગરીબીની મજાક ઉડાવી રહી છે. આ મામલો રાજ્યના સિવાનના મેરવા પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. જ્યાં એક 40 વર્ષના યુવકે 11 વર્ષની માસૂમ બાળકી સાથે લગ્ન કર્યા અને તે પણ એટલા માટે કે તેની માતા 2 લાખ રૂપિયા કે જે દેવા પેટે લીધા હતા કે પરત ન કરી શકી.

સોશિયલ મીડિયા પર આ મામલો વાયરલ થઇ રહ્યો છે. છોકરીને આ મામલે સવાલ પણ પૂછવામાં આવ્યા હતા. જે વ્યક્તિએ તેની સાથે લગ્ન કર્યા છે તેનું નામ મહેન્દ્ર પાંડે જણાવવામાં આવી રહ્યું છે. આ વ્યક્તિ મેરવા પોલીસ સ્ટેશન વિસ્તારના લક્ષ્મીપુર ગામનો રહેવાસી છે. આ લગ્નની ચર્ચા આખા ગામમાં થઈ રહી છે. આ મામલાને લઇને એક યુઝરે કહ્યું, ‘સ્થાનિક પ્રશાસને આ હૃદયદ્રાવક સ્થિતિ સામે કડક પગલાં લેવા જોઈએ.’ અન્ય એક યુઝરે કહ્યું, ‘શરમજનક.’ એક બીજા યુઝરે કહ્યું, ‘આ માણસની ધરપકડ કરો. પોલીસ શું કરી રહી છે ?

બીજા એક યુઝરે કહ્યું, ‘સરકાર શું કરી રહી છે ? કાયદો અને વ્યવસ્થા છે કે નહીં ? અન્ય એકે કહ્યું, ‘આ શું બકવાસ છે.’ મામલો એવો છે કે મહેન્દ્ર પાંડેએ આ જ થાના ક્ષેત્રની છેની છાપર ગામની રહેવાસી બાળકીની માતાને 2 લાખ રૂપિયા કર્જ આપ્યુ હતુ. તે વારંવાર પૈસા માગી રહ્યો હતો પણ ગરીબીના કારણે યુવતીની માતા પૈસા પરત કરી શકી નહિ. આનો ફાયદો ઉઠાવીને પાંડેએ સગીર યુવતી સાથે લગ્ન કરી લીધા. તે તેને પોતાના ઘરમાં રાખી રહ્યો છે. આ મામલે સગીર બાળકીની માતાનું કહેવું છે કે આ વ્યક્તિ સાથે તેની રિશ્તેદારી છે.

તેણે કહ્યુ હતુ કે, તે તેની પુત્રીને ભણાવશે-ગણાવશે. પણ તેણે તો તેની સાથે લગ્ન કરી લીધા. હવે તે તેની પુત્રીને ઘરે પરત લાવવા માંગે છે. બીજી તરફ મહેન્દ્ર પાંડે સ્પષ્ટ કંઈપણ બોલવાનું ટાળી રહ્યો છે. ક્યારેક તે કહે છે કે તેણે સગીર સાથે લગ્ન કરીને ભૂલ કરી છે, તેને જે પણ સજા મળશે તે ભોગવશે, તો ક્યારેક તે કહે છે કે તે તેને પુત્રીના નામે લાવ્યો છે. તે જ્યાં ઈચ્છે ત્યાં જઈને રહી શકે છે, પછી ક્યારેક તે બાળકી પાસે ફોન કરાવી તેની માતાને ધમકી અપાને છે કે જો તું મીડિયામાં જઈશ તો અમે તને ફસાવી દઇશું.

એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે મહેન્દ્ર પાંડે પહેલાથી જ બે બાળકોનો બાપ છે અને તે પરણિત છે. તેની પત્ની કહે છે કે તેણે પસંદગીથી લગ્ન કર્યા છે. બીજી તરફ સગીરનું કહેવું છે કે તેની માતાને મહેન્દ્ર પાંડેએ લોન આપી હતી, તે કેટલી હતી તે તેને ખબર નથી. તેની માતા તેને લઈ આવી અને તેને પાંડે પાસે છોડી દીધી. જ્યારે યુવતીની માતા કહી રહી છે કે તે તેને ભણવા લઈ ગયો હતો અને લગ્ન કરી લીધા હતા.

Shah Jina