ફ્રી ફ્રી ફ્રી ! આ વ્યક્તિ પાણીપુરીની લારી પર ફ્રીનું બોર્ડ લગાવીને ૪,000 લોકોને ખવડાવી પાણીપુરી, કારણ તમારું પણ દિલ જીતી લેશે

ફ્રીમાં ખવડાવી 4 હજાર પાણીપુરી, કારણ જાણીને દરેક વ્યક્તિ કરી રહ્યું છે પ્રસંશા, તમે પણ બધાઈ આપશો

પાણીપુરી ખાવી મોટાભાગના લોકોને પસંદ હોય છે અને લોકોની આ પસંદગીના કારણે જ હવે પાણીપુરીના ભાવમાં પણ તોતીંગો વધારો થઇ ગયો છે. જ્યાં એક સમયે 1 રૂપિયાની એક પાણીપુરી મળતી હતી તેના બદલે હવે 10 રૂપિયામાં 3 કે 4 જ પાણીપુરી મળે છે. પરંતુ ભાવવધારો થવા છતાં પણ પાણીપુરીની લારી પર તમને ભીડ જોવા મળશે જ.

એવામાં જો કોઈ લારી પર પાણીપુરી ફ્રીમાં મળે છે એવું બોર્ડ જોવા મળે તો? હાલ આવું જ કંઈક એક લારી પર જોવા મળ્યું અને એ લારી પર પાણીપુરી ખાવાવાળાની ભીડ પણ ભેગી થઇ ગઈ હતી. ત્યારે આ પાણીપુરી ફ્રીમાં આપવા પાછળનું કારણ પણ ખુબ જ રસપ્રદ છે. આ નજારો જોવા મળ્યો હતો મધ્યપ્રદેશના છીંદવાડામાં. જ્યાં પરિવારમાં દીકરીનો જન્મ થવા પર પરિવારે ખુશ થઈને લોકોને 4 હજાર પાણીપુરી ફ્રીમાં ખવડાવી.

લોકોને ફ્રીમાં પાણીપુરી ખવડાવવા માટે તે વ્યક્તિએ લારી પર પોસ્ટર પણ લગાવ્યા. આ જોઈને લોકો પણ મોટી સંખ્યામાં પાણીપુરીની લારી પર પાણીપુરી ખાવા માટે પહોંચી ગયા હતા. જેમાં બાળકોથી લઈને મોટાઓ પણ સામેલ હતા. જેની ઘણી તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. આ દીકરી બીજા કોઈના ઘરે નહિ પરંતુ પાણીપુરીની લારી ચલાવી રહેલા સંજીત ચંદ્રવંશીના ઘરે જ જન્મી હતી.

સંજીત રોક પોલો ગ્રાઉન્ડ પાસે પાણીપુરીની લારી ચલાવે છે. રોજ તે લગભગ 2-3 હજાર પાણીપુરી વેચે છે. પરંતુ દીકરીનો જન્મ થવા પર સંજીત વધારે ખુશ થઇ ગયો અને લોકોને 4 હજાર પાણીપુરી મફતમાં જ ખવડાવી દીધી અને પોતાની ખુશીને અનોખી રીતે વ્યક્ત કરી. સંજિતે જણાવ્યું કે તે ત્રણ ભાઈઓ છે પરંતુ છેલ્લા 10 વર્ષમાં કોઈના ઘરે દીકરીનો જન્મ નથી થયો. જયારે તેની પત્નીએ દીકરીને જન્મ આપ્યો ત્યારે મારી ખુશી વ્યક્ત કરવા મેં લોકોને ફ્રીમાં પાણીપુરી ખવડાવી.

Niraj Patel