ચેતી જજો મારુતિ ઈકો માં બેસતા પહેલા, બનાસકાંઠામાં 4 લોકોના કમકમાટીભર્યા મોત, જાણો સમગ્ર મામલો

Banaskantha Accident : ગુજરાતમાંથી ઘણીવાર અકસ્માતની ખબર સામે આવતી રહે છે, કેટલીકવાર તો આવા અકસ્માતમાં કેટલાક લોકો મોતને પણ ભેટે છે. છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં અકસ્માતના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે હાલમાં બનાસકાંઠાના અમીરગઢના શેખલા ગામ નજીક હાઇવે પરથી એક અકસ્માતની ખબર સામે આવી રહી છે. એક ટ્રકના ચાલકે ઈકો કારને ટક્કર મારતા તેમાં સવાર ચાર લોકો પૈકી બેના ઘટના સ્થળે જ્યારે બેના સારવાર દરમિયાન મોત નીપજ્યા હતા.

મોડી રાત્રે આ અકસ્માત સર્જાયો હતો અને તેને કારણે હાઇવે પર ચક્કાજામના દ્રશ્યો પણ સર્જાયા હતા. ઘટનાની જાણ થતા પોલિસ તાત્કાલિક પહોંચી હતી અને ટ્રક ચાલક વિરૂદ્ધ ગુનો નોંધ્યો હતો. આ અકસ્માત એટલે સર્જાયો કારણ કે વરસાદને કારણે અમદાવાદથી આબુરોડ જતો હાઇવે ક્ષતીગ્રસ્ત બન્યો હોવાથી રીપેરીંગનું કામ ચાલુ હતુ અને પાલનપુરથી આબુરોડ જતો હાઇવે એક તરફી બંધ કરી ચિત્રાસણીથી ડાયવર્ઝન અપાયું હતુ. મિત્રો સાથે ઇકો કાર લઇ પાલનપુરનાં વિવિધ ગામોના ચાર યુવાનો માઉન્ટ આબુ ફરવા ગયા હતા,

ત્યાંથી પરત પાલનપુર જતા સમયે અમીરગઢના ચેખલાં ગામ પાસે સામેથી આવતા ટ્રક સાથે આ ઇકો કાર અથડાતાં આ અકસ્માત સર્જાયો હતો. એવું બની શકે કે જો ડાયવર્ઝન ન અપાયો હોત અને હાઇવે ખુલ્લો રહ્યો હોત તો આ અકસ્માત કદાચ ન સર્જાયો હોત અને નિર્દોષ યુવાનોનો જીવ બચી ગયો હોત. આ અકસ્માતમાં મોતને ભેટેલા લોકોમાં મહંમદ તારીફ, રીજવાન, ઈશાકભાઇ, મહંમદ સોએબ સામેલ છે.

Shah Jina