ગજબનો સંયોગ ! એકસાથે પ્રેગ્નેટ થઇ 4 બેસ્ટ ફ્રેન્ડ્સ, વીડિયો વાયરલ થતા જ યુઝર્સે કરી આવી કમેન્ટ્સ

દુનિયામાં સંયોગ થવો એ કોઇ નવી વાત નથી. અવાર નવાર આપણે એવા કિસ્સા સાંભળીએ છીએ કે જે બાદ આપણે બોલી ઉઠીએ છીએ કે શું સંયોગ છે ! પરંતુ કેટલાક એવા ભયાનક સંયોગ પણ હોય છે, જેને સાંભળી લોકો હેરાન રહી જાય છે અને એ વાત સાંભળી તેમના મોઢામાંથી એક જ વસ્તુ નીકળે છે, ઓહ માય ગોડ….સીરિયસલી ! સોશિયલ મીડિયા પર આવો જ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં ચાર મિત્રો એક સાથે બેબી બંપ ફ્લોન્ટ કરી રહી છે.

સો.મીડિયા પર જે વીડિયો વાયરલ થઇ રહ્યો છે તેમાં ચાર મિત્રોની કહાની જણાવવામાં આવી છે. જે એકસાથે જ પ્રેગ્નેટ થઇ ગઇ. સૌથી હેરાનીની વાત તો એ છે કે તેમની સાથે આવો સંયોગ એક વાર નહિ પરંતુ બે-બે વાર થયો છે. અમેરિકાના હવાઇ આઇલેન્ડની રહેવાસી મૈડી કૈસ્ટેલાનો એક ટિકટોકર અને ઇન્ફ્લુએન્સર છે. તેણે તેના મિત્રો રૈંડી પાર્ક, બ્રિટની કેંટ અને લો બીસ્ટોન સાથે એક વીડિયો શેર કર્યો છે, જેમાં આ અનોખા સંયોગ વિશે જણાવ્યુ છે.

મૈડીએ વીડિયોમાં ચારેય મિત્રોની પ્રેગ્નેંસીની તસવીરો વાળો વીડિયો શેર કરી કેપ્શનમાં લખ્યુ કે, તમારામાંથી કેટલાક લોકોને યાદ હશે કે કેવી રીતે અમે બધા બેસ્ટફ્રેન્ડ્સ એક જ સમય પર પ્રેગ્નેટ થઇ ગયા હતા. મૈડીએ આગળ કહ્યુ કે, અમે ચારેય મિત્રો ઘણા બધા કામ એકસાથે કરતા હતા. એટલા માટે આ વાત મજેદાર છે કે અમારા બધા બાળકોને જન્મથી જ એકબીજાના બેસ્ટ ફ્રેંડ્સ મળી ગયા. જો કે, તમને જણાવી દઇએ કે, આ ક્રેઝી કો-એન્સીડન્ટ અહીં ખત્મ ન થયો.

આ મિત્રોએ હવે એકવાર ફરી બધાના હોંશ ઉડાવી દીધા છે. કૈસ્ટેલાનોએ જણાવ્યુ કે, પોતાના પહેલા બાળકના જન્મના એક વર્ષ બાદ તેઓ ફરી એકસાથે પ્રેગ્નેટ થઇ ગયા અને હવે બસ કેટલાક જ સમયની અંદર તેઓ પોતાના બાળકોને જન્મ આપશે. કૈસ્ટેલાનોએ વીડિયોના અંતમાં એક બીચ કિનારે ઊભેલ ચારેય પ્રેગ્નેટ મિહિલાઓની તસવીર શેર કરી અને કહ્યુ- હવે અમારા તમામ બાળકોને જીવન માટે શ્રેષ્ઠ મિત્રો મળી ગયા છે.

આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થઈ રહ્યો છે. જો કે, તે પહેલીવાર ઓગસ્ટ 2021માં પોસ્ટ કરવામાં આવ્યું હતું અને અત્યાર સુધીમાં તેને 75 લાખ વખત જોવામાં આવ્યું છે. આ પોસ્ટ પર હજારો લોકોએ કોમેન્ટ પણ કરી છે. આ સંયોગ વિશે જાણીને દરેકને આશ્ચર્ય થાય છે. લોકો તેને ‘ક્યુટ’ પણ કહી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Maddie Castellano (@maddiecastellano)

એક યુઝરે કમેન્ટ કરી – તે લોકો (ચાર મિત્રો) એકબીજાની એટલા નજીક છે કે માત્ર તેમના પીરિયડ્સ એકસાથે આવતા નથી પરંતુ તેઓ એકસાથે ગર્ભવતી પણ છે. અન્ય એક યુઝરે લખ્યું – શું તમે બાળકોને લઇને કન્ફ્યુઝ થતા નથી ? તમને જણાવી દઈએ કે ઈન્સ્ટાગ્રામ પર 3 લાખથી વધુ લોકો કૈસ્ટેલાનોને ફોલો કરે છે.

Shah Jina