હે રામ, રાજકોટમાં 48 કલાકમાં 4 લોકો હાર્ટ એટેકથી મરી ગયા, પછી થયો એક નવો ખુલાસો

આપણા ગુજરાતમાં સુરત, અમદાવાદ થી લઈને રાજકોટમાં છેલ્લા ઘણા ટાઇમથી હાર્ટ ફેલના કિસ્સાઓમાં અનેક જુવાનિયાઓએ જીવ ગુમ્મવ્યો છે. 48 કલાકમાં રાજકોટમાં 4 લોકોનાં મોત નિપજતા પરિવારજનોમાં શોક વ્યાપી જવા પામ્યો હતો.

File Pic

જેમાં રાજકોટમાં સંત કબીર રોડ પર આર્યનગરમાં રહેતા વેસ્ટ બંગાળનો વતની છોટન નિતાઈ દોલાઈ ઉ.વર્ષ.24 અચાનક બેભાન થઈ જતા હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં તેનું મોત થયું હતું. બીજી ઘટના જેમાં યુનિવર્સિટી રોડ સાઈડ પરિશ્રમ સોસાયટીમાં રહેતા ભૂપતભાઈ બચુભાઈ જાદવ ઉ.વર્ષ.47 સોમવારે પોતાના ઘરે બેભાન હાલતમાં મળી આવ્યા હતા. જે બાદ તેઓને સારવાર અર્થે ખસેડાયા હતા.જ્યાં તેઓનું સારવાર દરમ્યાન મોત થયું છે.

File Pic

તમને સવાલ થતો હશે કે યુવાનોના હૃદય કેમ આટલા નબળા થઈ રહ્યા છે?

તો જણાવી દઈએ કે આજકાલ, એવા ઘણા કિસ્સાઓ છે જ્યારે જીમમાં વર્કઆઉટ કે પછી ડાન્સ કરતા કરતા જુવાનિયાઓને હાર્ટ એટેક આવે છે. આ અંગે આરોગ્ય નિષ્ણાતો કહે છે કે આજકાલ અજાણ્યા હૃદયરોગ, કોઈ યોગ્ય તાલીમ વિના વધુ પડતી અને ભારે વર્કઆઉટ, ડીહાઈડ્રેશન અને વધુ પડતા ઉત્તેજક અથવા કેફીનનું સેવન યુવાનોના હૃદયને નબળું પાડી રહ્યું છે અને તેમનામાં હાર્ટ એટેકની બીમારીઓ વધી રહી છે.

File Pic

તમને જણાવી દઈએ કે શિયાળાની ઋતુમાં લોહી જાડું બને છે, જેનાં મેઈન બે કારણો છે – તાપમાનમાં ઘટાડો અને ડિહાઇડ્રેશન. શિયાળાની ઋતુમાં વ્યક્તિને પરસેવો થતો નથી. તરસ પણ ખુબ ઓછી લાગે છે જેનાથી લોકોનું Consupmtion ઓછું લે છે અને પાણીની અછત અને નીચા તાપમાને રક્ત પ્રવાહને અસર કરે છે.

આપણું હૃદય આખા શરીરને લોહી પહોંચાડતું હોવાથી શિયાળામાં લોહીનો પ્રવાહ જાળવી રાખવા માટે હૃદયને વધુ મહેનત કરવી પડે છે. શિયાળામાં શરીરનું તાપમાન ઓછું થવાનું એક કારણ શારીરિક પ્રવૃત્તિનો અભાવ પણ છે. આ બધી વસ્તુઓ મળીને હૃદય પર કામનો બોજ વધારે પડે છે અને એ થાકી જાય છે.

વધુ એક દુઃખદ ઘટના સામે આવી છે, જ્યાં રામલીલામાં હનુમાનજીનું પાત્ર ભજવી રહેલા હરીશ મહેતાનું હાર્ટ એટેકથી મૃત્યુ નિપજ્યું છે. હનુમાનનું પાત્ર ભજવતી વખતે સ્ટેજ પર તેઓ અચાનક ઢળી પડ્યા હતા. પહેલા તો લોકો શું થયું એ સમજી ન શક્યા, પછી લાંબા સમય બાદ પણ તેઓ ઉભા ન થતાં તાત્કાલિક લોકો સ્ટેજ પર દોડી ગયા હતા અને તેઓને હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા. જ્યાં તપાસ બાદ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

YC