3-3 બાળકોની વિધવા મહિલા સાથે હતા 4 બાળકોના પિતાના અવૈધ સંબંધો, ગામના લોકોને ખબર પડતા જ કર્યું એવું કામ કે.. જુઓ વીડિયો

સોશિયલ મીડિયામાં અને સમાચારમાં પ્રેમ સંબંધોની ઘણી બધી ઘટનાઓ સામે આવતી હોય છે, જેમાં ઘણી પરણિત મહિલાઓ તો પરણિત પુરુષો પણ પોતાના પાર્ટનરને દગો આપીને કોઈ અન્ય વ્યક્તિ સાથે સંબંધો રાખતા હોય છે, તો ઘણીવાર વિધવા મહિલાઓ પણ સમાજના ડરથી અને પરિવાર તેમજ બાળકોના કારણે બીજા લગ્ન નથી કરી શકતી. પરંતુ ઘણીવાર તેમના સંબંધો પણ કોઈ સાથે બંધાતા હોય છે.

હાલ એવો જ એક મામલો સામે આવ્યો છે, જેમાં એક 3 બાળકોની વિધવા મહિલાના સંબંધો ચાર બાળકોના પિતા સાથે હતા, જેની જાણ ગામના લોકોને થતા જ તેમને તેમના લગ્ન કરાવી દીધા હતા. હવે આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જે હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

આ મામલો સામે આવ્યો છે બિહારના મુઝફ્ફરપુરમાંથી. જ્યાં 3 બાળકોની વિધવા મહિલાના લગ્ન ગ્રામજનો દ્વારા 4 બાળકોના પિતા સાથે કરાવવામાં આવ્યા હતા.  મુઝફ્ફરપુર જિલ્લાના કટરા પોલીસ સ્ટેશન વિસ્તારના ધેઉલ ગામમાંથી આ વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જ્યાં પંચાયતને 45 વર્ષીય પરિણીત પુરુષના લગ્ન 38 વર્ષની વિધવા મહિલા સાથે થયા હતા. આ સાથે પંચાયત દરમિયાન એક વીડિયો બનાવીને કોઈએ સોશિયલ મીડિયા પર વાયરલ પણ કર્યો છે. ત્યારથી આસપાસના વિસ્તારોમાં આ વીડિયોની ખૂબ ચર્ચા થઈ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Video (@_viral_video_meme)

વાસ્તવમાં બંને પ્રેમીપંખીડા એક જ ગામના રહેવાસી છે. ઇટવારી માંઝી ચાર બાળકોના પિતા છે. જ્યારે મહિલા રીટા દેવી ત્રણ બાળકોની માતા છે. રીટાના પતિનું 7 વર્ષ પહેલા અવસાન થયું હતું. ગ્રામજનોનું કહેવું છે કે બંને વચ્ચે ઘણા સમયથી પ્રેમ પ્રકરણ ચાલતું હતું. આ અંગે સ્થાનિક જનપ્રતિનિધિઓ અને ગ્રામજનોને જાણ થતાં તેઓ દોડી આવ્યા હતા. તે બંને લોકોને ફોન કરીને પૂછપરછ કરી હતી. પછી ભરેલી પંચાયતમાં ઈટવારી તરફથી રીટા દેવીની માંગમાં સિંદૂર ભરાવવામાં આવ્યું. આ પછી માળા પણ પહેરાવવામાં આવી હતી.

Niraj Patel