લો બોલો હવે જલેબી પણ મશીનથી બનવા લાગી, હલવાઈનો આવો હાઈટેક જુગાડ જોઈને તો લોકો હક્કાબક્કા રહી ગયા, જુઓ વીડિયો

ક્યારેય જોઈ છે 3D પ્રિન્ટરથી જલેબી બનતા ? આવો હાઈટેક જુગાડ જોઈને લોકો બોલ્યા… “જલેબી પણ રોબોટિક થઇ ગઈ.”

3d Printer Nozzle To Make Jalebis : આજકાલ દરેક દિશામાં તમને પ્રગતિ થતી જોવા મળતી હોય છે અને દરેક ક્ષેત્રમાં ટેક્નનોલોજીએ પોતાની પક્કડ જમાવી લીધી છે. પહેલા ઘણા એવા કામ હતા જેમાં ઘણો જ શ્રમ કરવો પડતો હતો, પરંતુ હવે ટેક્નોલોજીના કારણે એ કામ પણ સાવ સરળ બની ગયા છે. ત્યારે આવી જ ટેક્નોલોજી સાથે જોડાયેલા ઘણા વીડિયો પણ તમે સોશિયલ મીડિયામાં વાયરલ તથા જોયા હશે. પરંતુ હાલ ટેક્નોલોજીના માધ્યમથી જલેબી બનાવવાનો વીડિયો ધૂમ મચાવી રહ્યો છે.

3D પ્રિન્ટરથી જલેબી :

આ વીડિયોને માઇક્રોબ્લોગિંગ સાઈટ ‘X’ પર ‘@AryamanBharat’ હેન્ડલથી શેર કરવામાં આવ્યો છે. કેપશનમાં તેને  લખ્યું છે કે, “કોણે વિચાર્યું હશે કે 3D પ્રિન્ટર નોઝલ જલેબી બનાવવા માટે સારો વિચાર હોઈ શકે છે.” આમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ ઝડપથી તપેલીમાં જલેબી બનાવી રહ્યો છે. જો તમે ધ્યાનથી જોશો તો ખબર પડશે કે તે જે વસ્તુ વડે પાતળી અને ક્રિસ્પી જલેબી બનાવી રહ્યો છે તે 3D પ્રિન્ટરની નોઝલ છે, જે વીજળી સાથે જોડાયેલ છે અને બીજી પાઇપ દ્વારા જલેબીના મિશ્રણથી ભરેલા વાસણ સાથે જોડાયેલ છે.

લોકો જોઈને રહી ગયા હેરાન :

હલવાઈ ઝડપથી જલેબી બનાવી રહ્યો છે અને તેની સાથે ઊભેલો બીજો વ્યક્તિ તેને ફેરવી રહ્યો છે. તેને X પર અત્યાર સુધીમાં 11 લાખથી વધુ વખત જોવામાં આવી ચુક્યો છે અને લગભગ છ હજાર લોકોએ તેને પસંદ કર્યો છે. ઈન્ટરનેટ યુઝર્સ ટેક્નોલોજી અને પરંપરાના આ સંયોજનને પસંદ કરી રહ્યા છે. ઘણા લોકો તેને ખરાબ પ્રયોગ ગણાવી રહ્યા છે. વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું- આપણે આ ક્યાંથી ખરીદી શકીએ? તેને અમારા રોબોટિક હાથ સાથે જોડી દેશે! રોબોટિક જલેબી રસોઈના પ્રયોગોમાં માઈલસ્ટોન સાબિત થશે.

સામે આવી પ્રતિક્રિયાઓ :

અન્ય એક યુઝરે લખ્યું- તે સ્વીટ નૂડલ્સ જેવું છે. જો કે ઘણા લોકોને આ પ્રયોગ બહુ ગમ્યો ન હતો. અન્ય યુઝરે લખ્યું- જલેબી બનાવવા માટે 3D પ્રિન્ટર નોઝલનો ઉપયોગ કરવાનો આ ખૂબ જ વાહિયાત પ્રયાસ છે. બીજી વ્યક્તિએ કટાક્ષ કરતાં કહ્યું – તો પછી તેને સંપૂર્ણ સ્વચાલિત બનાવી દો? હલવાઈ સીધા બેસીને ઈનપુટ આપશે અને અહીં અમારું 3D પ્રિન્ટર જલેબી બનાવશે.

Niraj Patel