કહેવાય છે કે પ્રેમમાં માણસ આંધળો થઈ જાય છે. પ્રેમ જાતિ, ધર્મ કે સમુદાય જોતો નથી. પણ હવે તો પ્રેમ ઉંમર અને લિંગ પણ જોતો નથી. એક અમેરિકન છોકરીએ આ સાબિત કરી દીધું છે. એક 35 વર્ષની યુવતી એક વૃદ્ધાશ્રમમાં 80 વર્ષના વૃદ્ધ પુરુષને મળી. છોકરી તેને જોતાંની સાથે જ પ્રેમમાં પડી ગઈ. તે તેને પોતાની સાથે ઘરે લાવી અને હવે તેની સાથે લગ્ન કરવા જઈ રહી છે. આ મહિલાને ઘણી ટ્રોલ કરવામાં આવે છે, પરંતુ તેને કોઈ ફરક પડતો નથી.
ધ સનના અહેવાલ મુજબ, 35 વર્ષીય ટિફની ગુડટાઇમ (Tiffany Goodtime) નું એક ટિકટોક એકાઉન્ટ છે જેના પર તે તેના જીવન સાથે જોડાયેલા ફોટા અને વીડિયો પોસ્ટ કરતી રહે છે. તે ટિકટોક પર તેના સંબંધો વિશે પણ ઘણી વાતો કરે છે. જણાવી દઈએ કે ટિફની અમેરિકાના વિસ્કોન્સિનની રહેવાસી છે. તે તેના પિતાની ઉંમરના એક પુરુષના પ્રેમમાં છે. 35 વર્ષની ટિફનીને એક 80 વર્ષનો વૃદ્ધ માણસ ગમે છે જે તેના કરતા 45 વર્ષ મોટો છે.
ટિફનીના આ નિર્ણય પછી લોકો તેને બીમાર કહેવા લાગ્યા છે, તેના પરિવારના સભ્યો પણ તેનાથી ગુસ્સે છે. ટિફની ઓનલાઈન ગંદા વીડિયો બનાવે છે. તેના ચાહકોની સંખ્યા ઘણી સારી છે. પરંતુ જેવું તેણે કહ્યું કે તે તેના 80 વર્ષના બોયફ્રેન્ડ સાથે લગ્ન કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છે, તો લોકોએ તેને બીમાર કહેવાનું શરૂ કરી દીધુ. જો કે, ટિફનીને આ વાતનો કોઈ ફરક પડતો નથી. ટિફની કહે છે કે ભલે તેનો બોયફ્રેન્ડ 80 વર્ષનો છે, પણ તે બાકીનું જીવન તેની સાથે વિતાવવા માંગે છે. ટિફનીએ અગાઉ ખુલાસો કર્યો હતો કે તે “વૃદ્ધ પુરુષોની પ્રેમી” છે, એટલે કે તેને મોટી ઉંમરના પુરુષો ગમે છે.
એક વીડિયોમાં ટિફનીએ કહ્યું હતુ કે તેને મધ્યમ વયના પુરુષો ગમે છે. થોડા સમય પહેલા, તે એક વૃદ્ધાશ્રમમાં ગઈ હતી જ્યાં તેણે એક 80 વર્ષના વૃદ્ધને જોયા. તેને તે એટલો બધો ગમ્યો કે ધીમે ધીમે તે તેને મળવા લાગી અને પછી તેને પોતાની સાથે ઘરે લઈ આવી. બંને એક ઘરમાં સાથે રહેવા લાગ્યા અને હવે ટૂંક સમયમાં તેઓ લગ્ન કરવાના છે. ટિફનીએ કહ્યું કે તેનો પરિવાર તેના નિર્ણયથી ખુશ નથી, પણ તેનાથી તેને કોઈ ફરક પડતો નથી. એક વીડિયોમાં ટિફનીએ કહ્યું કે તેને વૃદ્ધ લોકોની સંગત ગમે છે કારણ કે તેઓ તેને 20 વર્ષની હોય તેવું ફીલ કરાવે છે.