ગુજરાતમાં એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ ભારે થી અતિભારે વરસાદ, જાણો ક્યા જિલ્લામાં થશે હાહાકાર!

રાજ્યમાં સતત વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાત રાજ્યમાં આગામી 7 દિવસ સુધી સારો વરસાદ થવાની આગાહી ભારતીય હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હાલમાં કુલ 3 વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી રાજ્યભરમાં ચોમાસું જોર પકડશે. આ સિસ્ટમ્સમાં બિકાનેરથી બંગાળની ખાડી તરફ પસાર થતી એક ટ્રફ લાઇન, દક્ષિણ રાજસ્થાન તરફથી બંગાળની ખાડીમાં પસાર થતી બીજી ટ્રફ લાઇન અને એક સક્રિય થયેલું સાઇક્લોનિક સર્ક્યુલેશનનો સમાવેશ થાય છે, જેના કારણે આજે ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે.

ખાસ કરીને, કચ્છ અને નવસારીમાં વરસાદને કારણે વિકટ સ્થિતિ જોવા મળી રહી છે. નવસારીમાં પૂર્ણ અને અંબિકા નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. આ દરમિયાન હવામાન વિભાગ દ્વારા વધુ એક આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જેમાં 7 જુલાઈથી 13 જુલાઈ સુધી એટલે કે સાત દિવસ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં અતિભારે વરસાદ તો કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં એલર્ટ આપવામાં આવ્યું છે.

આજ રોજ ચાર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જેમાં કચ્છ, દેવભૂમિ દ્વારકા, નવસારી, વલસાડનો સમાવેશ થાય છે. જ્યાં છૂટાછવાયા સ્થળોએ અતિભારે વરસાદ પડી શકે છે. જ્યારે જામનગર, પોરબંદર, તાપી સહિત ડાંગમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.8 જુલાઈના રોજ આવતીકાલે રાજ્યના બે જિલ્લામાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. વલસાડ અને નવસારીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે.

9 જુલાઈના રોજ તાપી, ડાંગ, નવસારી, વલસાડ એમ રાજ્યના કુલ ચાર જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. તો 10 જુલાઈ એ તાપી, ડાંગ, નવસારી, વલસાડ એમ રાજ્યના કુલ ચાર જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. આ સાથે 11 જુલાઈના રોજ પણ ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ એમ રાજ્યના કુલ ચાર જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. 12 જુલાઈએ નવસારી, વલસાડ, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, કચ્છમાં યલો એલર્ટ છે. જ્યાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. આ સાથે 13 જુલાઈએ સાબરકાંઠા, અરવલ્લી, અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડમાં યલો એલર્ટ. જ્યાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે.

આ સક્રિય થયેલી વરસાદી સિસ્ટમ્સને કારણે રાજ્યના ખેડૂતો માટે આશા બંધાઈ છે, જોકે નીચાણવાળા વિસ્તારો અને શહેરોમાં પાણી ભરાવાની સ્થિતિ પણ સર્જાઈ શકે છે. આગામી 7 દિવસ સુધી રાજ્યભરમાં ચોમાસું સક્રિય રહેશે અને સારો વરસાદ નોંધાશે તેવી શક્યતાઓ વ્યક્ત કરાઈ છે.

Aanchal
error: Unable To Copy Protected Content!