અમેરિકામાં 35 વર્ષીય પટેલ યુવકની હત્યા થઇ, કિશુંક પટેલ લોહીલુહાણ હાલતમાં મળી આવ્યો- જાણો પુરી ઘટના

જાણો કોણે આ પટેલની હત્યા કરી, સમગ્ર ઘટના જાણીને અમેરિકા જવાનો વિચાર કરવાની હિમ્મત નહિ થાય

અમેરિકામાં ફરી એકવાર ગુજરાતીની હત્યા કરી દેવામાં આવી છે. આણંદના બોરસદ તાલુકાના ભાદરણનો 35 વર્ષિય યુવક કિંશુક પટેલ અમેરિકાના ન્યુયોર્ક સિટીમાં સ્ટોર ચલાવતા હતા. તેઓ રાત્રે સ્ટોર બંધ કરી રહ્યા છે અને ત્યારે કેટલાક અશ્વેત આવ્યા અને વસ્તુઓની માંગ કરી

પરંતુ સ્ટોર બંધ કરી દીધો હોવાથી તેમણે વસ્તુ આપવા માટે ના કહી દીધી હતી અને આ જ કારણે આરોપીઓ ઉશ્કેરાઇ ગયા અને તેમણે કિંશુકના માથામાં ભારી અને ધારદાર હથિયાર વડે હુમલો કર્યો અને તેઓ લૂંટ ચલાવી ફરાર થઇ ગયા.

પરિવારવાળાએ કિંશુક મોડી રાત સુધી ઘરે ના આવતા શંકા ગઇ અને તેમણે કિંશુકના મામાને આ વાતની જાણ કરી અને આ દરમિયાન તેમના મામા મામી અને દીકરો સ્ટોર પર આવ્યા અને કિંશુક બેભાન અવસ્થામાં સ્ટોરમાંથી મળી આવ્યા હતા. કિંશુક પટેલની અશ્વેત સાથે ઝપાઝપી થઇ હતી અને તે દરમિયાન ધારદાર હથિયાર વડે હુમલો કરતા તેમનુ મોત નિપજયુ હતુ.

કિંશુક પટેલ સ્ટોર રૂમમાંથી મળી આવ્યો હતો અને ગંભીર ઇજાને કારણે તેઓને ઘણી પીડા પણ થઇ રહી હતી. તેઓનુ લોહી પણ ઘણુ વહી ગયુ હતુ અને તેમને ઝડપથી એમ્બ્યુલેંસમાં લઇ જવામાં આવ્યા હતા પરંતુ રસ્તામાં જ તેમનુ મોત થયુ હતુ.

ન્યુયોર્ક પોલિસે આ ઘટનાનો ગુનો નોંધ્યો છે અને કાર્યવાહી હાથ ધરી છે. સીસીટીવી ફુટેજ પણ મેળવી લેવામાં આવ્યા છે. કિંશુક પટેલની વાત કરીએ તો તેઓ લગભગ 8-10 વર્ષ પહેલા અમેરિકા ગયા હતા. તેમણે ઘણા ટૂંકાગાળામાં પરિવાર સાથે મળી ત્રણ સ્ટોર ખોલ્યા હતા અને તેમના વર્ષ 2015માં લગ્ન થયા હતાા તેમજ તેમને બે દીકરાઓ પણ છે, તેમનો એક દીકરો 4 વર્ષનો છે અને એક દીકરો 6 મહિનાનો છે.

કિંશુક પટેલ પોતે એકનો એક દીકરો હતા અને હવે તેમના મોતથી પરિવારને ઘણો આઘાત લાગ્યો છે અને તેમના બે દીકરાઓએ તો પિતાની છત્રછાયા પણ ગુમાવી છે. પરિવારમાં ઘણી શોકની લાગણી પણ છવાઇ ગઇ છે.

તમને જણાવી દઇએ કે, આ પહેલા પણ અમેરિકાના સાઉથ કારોલીનાન બ્લોકવિલમાં પણ આવી જ ઘટના એક ગુજરાતી સાથે થઇ હતી. તેઓ સ્ટોર ચલાવતા હતા અને તેઓ પર ગોળીબાર કરી લૂંટ ચલાવવામાં આવી હતી.

Shah Jina