આવો નઝારો તો મારા ગુજરાતમાં જ : એકસાથે રસ્તો પાર કરી રહ્યા હતા 3000 કાળીયાર, ભાગ્યે જ જોવા મળતા દ્રશ્યો થયા કેમરામાં કેદ

સોશિયલ મીડિયા પર એક અદ્ભૂત વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ ક્લિપ ગુજરાતના “ભાવનગર બ્લેક બગ નેશનલ પાર્ક”ની છે.  જેને ટ્વિટર યુઝર ગુજરાત ઇન્ફોર્મેશન દ્વારા શેર કરવામાં આવ્યો છે. આ ક્લિપમાં 3000થી પણ વધારે કાળીયાર એકસાથે રસ્તો પાર કરતા જોવા મળી રહ્યા છે. આ જ કારણ છે કે આ દુર્લભ નઝારાની આ ક્લિપ દેશના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધિકારિક ટ્વીટર હૈંડલથી પણ એક્સીલન્ટ કોમેન્ટ સાથે રીટ્વીટ કરવામાં આવી છે.

આ 1 મિનિટની ક્લિપમાં જોઇ શકાય છે કે કાળિયાર મોટી સંખ્યામાં રસ્તો પાર કરી રહ્યા છે. આ નઝારો ઘણો અદ્ભૂત છે અને દિલને સ્પર્શી જાય તેવો છે. તમને જણાવી દઇએ કે, આ વીડિયોને અત્યાર સુધી 7 લાખ 61 હજારથી પણ વધુ વ્યુઝ અને 31 હજારથી પણ વધુ લાઇક્સ મળી ચૂકી છે.

તમને જણાવી દઇએ કે, કાળીયાર એટલે કે બ્લેક બકને ઇન્ડિયન એંટેલોપ પણ કહેવામાં આવે છે. જે સામાન્ય રીતે ભારત, પાકિસ્તાન અને નેપાળમાં હોય છે. આ વીડિયોને હજારો લાખો લોકો જોઇ ચૂક્યા છે અને ઘણા લોકો રીટ્વીટ પણ કરી રહ્યા છે.

આ વીડિયોને જોયા બાદ અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે કે વેળાવદર રાષ્ટ્રીય અભયારણ્યમાં 7 હજારથી વધારે હરણ છે. સ્થાનીય લોકોને તો ઘણીવાર આવો નઝારો જોવા મળે છે. કેટલાક યુઝર્સનું કહેવુ છે કે, તેમણે આવા દ્રશ્યો ફિલ્મોમાં જ જોયા છે. એક અન્ય યુઝરે લખ્યુ કે, આવો નઝારો કોઇ સપનાથી ઓછો નથી.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

Shah Jina