ખબર

3 વર્ષનો આ માસુમ બાળક ગળી ગયો મેગ્નેટ, સર્જરી સફળ પણ થઇ અને પછી અચાનક થયું મોત- કાળજૂ કંપાવી દેશે

નાના બાળકોના વાલીઓ માટે ચેતવણી રૂપ કિસ્સો: સર્જરી સફળ થઇ છતાં ના બચી શક્યો માસુમનો જીવ….મૃત્યુની વિગત જાણીને ધ્રુજારી ઉપડી જશે

નાના બાળકો રમતા રમતા કોઈપણ વસ્તુ રમતા રમતા મોઢામાં કે નાકમાં નાખી દેતા હોય છે, જેના કારણે તેમને પણ ઘણી તકલીફ થાય છે અને વાલીઓ પણ મુશ્કેલીમાં મુકાઈ જાય છે. ઘણીવાર આવી વસ્તુઓ સરળતાથી  નીકળી જતી હોય છે તો ઘણીવાર ડોક્ટરની મદદ પણ લેવી પડે છે. પરંતુ કેટલાક કિસ્સાઓમાં આ જીવલેણ પણ સાબિત થઇ શકે છે.

હાલ એવી જ એક ઘટના સામે આવી છે. જેમાં એક ત્રણ વર્ષનું માસુમ બાળક લોહી ચુંબક ગળી ગયું હતું. જેના કારણે તેની સર્જરી પણ કરવામાં આવી પરંતુ તે છતાં પણ માસુમનો જીવ બચાવી શકાયો નહોતો. ત્રણ વર્ષના માસુમ કબીર તિવારીનું મોત નિપજતા પરિવારમાં શોકનો માહોલ વ્યાપી ગયો હતો.

આ ઘટના બની છે ઈંદોરના ગુમાસ્તા નગરમાં. જ્યાં આવેલી અરિહંત હોસ્પિટલમાં સોમવારે સવારે 3 વર્ષના માસુમ કબીર તિવારીનું મોત થઇ ગયું. પરિવારજનોએ ઇન્સથીસિયા (બેભાન) કરવાના ઓવરડોઝ અને ઓપરેશન બાદ લાપરવાહી કરવાનો આરોપ લગાવતા હોસ્પિટલ પ્રસાશન વિરુદ્ધ ચંદનનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે. જેના બાદ માસુમના શબને પોસ્ટમોર્ટમ માટે જિલ્લા હોસ્પિટલ મોકલી દેવામાં આવ્યું છે.

આ બાબતે મળી રહેલી વધુ માહિતી અનુસાર સિલિકોન સિટીમાં રહેવા વાળા સુનિલ તિવારીના દીકરા કબીર તિવારીએ 29 જુલાઈના રોજ રમતા રમતા લોહી ચુંબક ગળી લીધું હતું, જેના બાદ પરિવારજનોને ખબર પાડવાની સાથે તેને બાળ વિશેષજ્ઞ ડોક્ટરને બતાવ્યું. જેના બાદ બાળકને અરિહંત હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યું હતું.

જ્યાં હોસ્પિટલમાં એક્સ રે રિપોર્ટમાં ચુંબક ગળાની અંદર ફસાઈ ગયું હોવાનું સામે આવ્યું. જેના બાદ બાળકની હાલત જોઈને હોસ્પિટલે દવા દ્વારા જ સારવાર કરવાનું નક્કી કર્યું. પરંતુ તે છતાં પણ કઈ ના થયું તો પરિવારજનોએ 4 ઓગસ્ટ અને 7 ઓગસ્ટ સુધી ડોકટરના કહ્યા પ્રમાણે જ સારવાર કરાવતા રહ્યા.

જેના બાદ 9 ઓગસ્ટ સોમવારના રોજ એન્ડોસ્કોપી દ્વારા ચુંબક બહાર કાઢવાનો નિર્ણય કરવામાં આવ્યો. બરાબર 8.30 કલાકે ઓપરેશન શરૂ થયું અને 9.20 સુધી ચાલ્યું. ઓપરેશન પહેલા બાળક તેના મમ્મી પપ્પા સાથે હસીને વાતો કરી રહ્યું હતું. હોસ્પિટલમા તબીબોએ બાળકના શરીરમાંથી ચુંબક કાઢી અને તેને ચાઈલ્ડ વોર્ડમાં શિફ્ટ કરી દીધું.

આ દરમિયાન બાળકની માતાએ જોયું તો તેના બાળકનું શરીર ઠંડુ પડી રહ્યું હતું. અને થોડી જ વારમાં બાળકનું મોત થઇ ગયું. પરંતુ હોસ્પિટલ પ્રસાશન પરિવારને જાણકારી આપવામાં આનાકાની કરી રહ્યા હતા. બાળકના પિતાએ જણાવ્યું કે તેમના દીકરાના મોતને છુપાવવા માટે હોસ્પિટલ દ્વારા બહાના બતાવવામાં આવ્યા અને એમ પણ કહ્યું હોસ્પિટલ સ્ટાફ પણ કહી રહ્યો છે કે અમને પણ વિશ્વાસ નથી કે બાળકનું કેવી રીતે મોત થયું. પરિવારે આ બાબતની ફરિયાદ નોધાવી છે. જેની તપાસ પોલીસ કરી રહી છે.