નવા વર્ષની શરુઆતમાં જ CNG-PNG ભાવ વધ્યા, મોંઘવારીથી વધુ એક થપ્પડ મિડલ ક્લાસને પડી

લોકોને સતત મોંઘા ગેસ અને પેટ્રોલિયમ પ્રોડક્ટ્સના વધતા ભાવ સામે ઝઝૂમવું પડી રહ્યુ છે. ત્યારે આજે ફરી એકવાર CNG અને PNGની કિંમતો વધી ગઇ છે. આજે ગુજરાત ગેસે સીએનજી અને પીએનજીની કિંમતમાં 5 ટકાનો વધારો થયો છે. વર્ષ 2023ની શરૂઆત સાથે જ સામાન્ય લોકોને ફરી એકવાર મોંઘવારીનો ઝાટકો લાગ્યો છે. મોંઘવારીની આ આફત ગુજરાતના નિવાસીઓ પર પડી છે. CNG અને PNGના વધેલા ભાવ આજથી લાગુ થઇ ગયા છે.

જણાવી દઇએ કે, ગુજરાત ગેસ તરફથી જારી નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે આજથી ગેસની કિંમત વધારી દેવામાં આવી છે. હવે ગુજરાત ગેસની 1 કિલો CNGની કિંમત વધીને 78.52 રૂપિયા થઇ ગઇ છે. ત્યાં પીએનજીના ભાવ વધી 50.43 રૂપિયા એસસીએમ થઇ ગયા છે. જો કે, ઇન્ડસ્ટ્રીયલ ગ્રાહકોને ગુજરાત ગેસ તરફથી રાહત મળી છે. અહીં ઇન્ડસ્ટ્રીયલ ગેસની કિંમતોમાં 7 રૂપિયા પ્રતિ એસસીએમની કટોતી કરી દીધી છે. 2023ની શરૂઆત સામાન્ય લોકો માટે મોંઘવારી સાથે થઇ છે.

1 જાન્યુઆરીના રોજ સરકારી તેલ કંપનીઓએ દેશભરમાં કોમર્શિયલ LPGની કિંમતો વધારી હતી.જો કે, તેની અસર ઘરેલુ રસોઇ ગેસ પર પડી નહોતી. પરંતુ જે લોકો ઘર બહાર ખાવા મજબૂર છે, તેમના માટે થાળી મોંઘી થઇ શકે છે. સરકાર અનુસાર, જાન્યુઆરી 2021થી લઇને નવેમ્બર 2022 સુધી આંતરરાષ્ટ્રીય બજારમાં ગેસની કિંમત 327 ટકા વધી, પણ ભારતમાં માત્ર 84 ટકા જ વધારો થયો છે. જેને કારણે કિંમતો વધારવામાં આવી રહી છે.

Shah Jina