લોકમેળામાં ચકડોળની મઝા માણી રહેલી યુવતીને આવ્યો હાર્ટ એટેક, થયું મોત, યુવતીને ચકડોળમાં બેઠા બેઠા એટેક આવી ગયો
3 people died of heart attack in Rajkot : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી યુવનોમાં હાર્ટ એટેકે આવવાની ઘટનાઓ સતત સામે આવી રહી છે. જેમાં કોઈને જિમમાં કસરત કરતા કરતા હાર્ટ એટેક આવી રહ્યા છે તો કોઈને ચાલતા ચાલતા પણ હાર્ટ એટેક આવે છે તો કોઈને ક્રિકેટ કે કોઈ રમત રમવા દરમિયાન પણ હાર્ટ એટેક આવવાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે ગઈકાલે જન્માષ્ટમીના પાવન પર્વ પર જ રાજકોટમાં 3 લોકોને હાર્ટ એટેકના મામલાઓ સામે આવ્યા છે.
ચગડોળમાં બેઠેલી યુવતીનું મોત :
આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટમાં એક 20 વર્ષની યુવતી ચગડોળમાં બેઠી હતી ત્યારે જ તેનું હાર્ટ એટેક આવતા મોત નીપજ્યું છે. રાજકોટમાં યોજાઈ રહેલા લોકમેળાનો આનંદ માણવા માટે ગઈ હતી. જ્યાં ચગડોળમાં બેઠી હતી ત્યારે જ તેને હાર્ટ એટેક આવ્યો અને ત્યાંથી તેને સારવાર માટે પહેલા ખાનગી હોસ્પિટલ અને પછી સરકારી હોસ્પિટલમાં લઇ જવામાં આવી પરંતુ ત્યાં ટબીને તેને મૃત જાહેર કરી હતી. આમ 20 વર્ષની જુવાન જોધ યુવતીના મોતથી પરિવારમાં પણ માતામ છવાઈ ગયો છે.
જન્માષ્ટમીની ઉજવણી કરી રહેલા યુવકને આવ્યો હાર્ટ એટેક :
તો અન્ય એક મામલામાં રાજકોટમાં જન્માષ્ટમીના કાર્યક્રમની ઉજવણી કરી રહેલા 25 વર્ષીય જતીન સરવૈયાનું હાર્ટ એટેક આવવાના કારણે નિધન થયું છે. આ ઘટના માર્કેટિંગ યાર્ડ પાસે વીર હનુમાન ચોક નજીક બની હતી. ગઈકાલે દેશભરમાં જન્માષ્ટમીનો તહેવાર ખુબ જ ધામધૂમથી ઉજવાઈ રહ્યો હતો. ત્યારે જતીન પણ રાજકોટમાં આ જન્માષ્ટમીનો ઉત્સવ માનવવા માટે પહોંચ્યો હતો. ચાલુ કર્યક્રમમાં જ જતીનને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો.
મજૂરી કરનારા યુવકનું જેતપુરમાં હાર્ટ એટેકથી મોત :
છાતીમાં દુખાવો ઉપડતા જ તેને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો. પરંતુ ત્યાં હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. જતીનના મોતના સમાચાર મળતા જ તેના પરિવારજનો અને સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. તો હાર્ટ એટેકના કારણે વધુ એક મોતનો મામલો જેતપુરમાંથી પણ સામે આવ્યો છે. જ્યાં પણ એક 26 વર્ષના આશાસ્પદ યુવકનું હાર્ટ એટેક આવવાના કારણે મોત નીપજ્યું હતું.
પરિવારમાં માતમ :
આ બાબતે મળી રહેલી માહિતી અનુસાર જેતપુરના પંચવટી વિસ્તારમાં રહેતા 26 વર્ષીય વિજય મેઘનાથી નામના યુવકને હાર્ટ એટકે આવ્યો હતો. યુવકને તકલીફ થતા જ તેને સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં પણ તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. જેને લઈને પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. વિજય મજૂરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચાલવી રહ્યો હતો, ત્યારે તેના અકાળે મોતથી પરિવારમાં માતમ છવાઈ ગયો છે.