3 khan dance on ambani function : જામનગરમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રિ-વેડિંગ ફંક્શનની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગમાં બોલિવૂડથી લઈને હોલીવુડ સુધીના સ્ટાર્સની હાજરી જોવા મળી હતી. આ ઉજવણીનો ભાગ બનવા માટે શાહરૂખ ખાન, સલમાન ખાન અને આમિર ખાન પણ શાનદાર અંદાજમાં જોવા મળ્યા હતા.
ઇન્ટરનેટ બોલિવૂડ સેલેબ્સના દેખાવથી ભરેલું છે. 3 દિવસના ફંક્શનમાં અનંત-રાધિકાના પ્રી-વેડિંગના બીજા દિવસે એક મ્યુઝિકલ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાહરૂખ ખાન, આમિર ખાન અને સલમાન ખાને એકસાથે જબરદસ્ત ડાન્સ કર્યો હતો. બી-ટાઉનના ત્રણ ખાન શાહરૂખ ખાન, સલમાન ખાન અને આમિર ખાન વર્ષો પછી સાથે જોવા મળ્યા હતા. રણબીર કપૂરે પણ પોતાની પ્રેગ્નેન્ટ પત્ની દીપિકા સાથે ડાન્સ કર્યો હતો.
અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટ પ્રિ-વેડિંગના બીજા દિવસે, સંગીત સેરેમનીમાં બોલિવૂડના ત્રણેય ખાન એટલે કે સુપરસ્ટાર્સે સ્ટેજ પર પોતાના વિસ્ફોટક ડાન્સથી ધૂમ મચાવી દીધી હતી. આ વાયરલ વીડિયોમાં તે ફિલ્મ RRR ના ગીત નાટુ નાટુ પર ડાન્સ કરતા જોઈ શકાય છે. કિંગ ખાન ભાઈજાન અને બોલિવૂડના મિસ્ટર પરફેક્ટ આમિર ખાન સાથે અદભૂત ડાન્સ મૂવ્સ સાથે મસ્તી કરતા જોવા મળ્યા હતા.
View this post on Instagram
ડાન્સમાં સલમાન ખાન વચ્ચે હતો અને આમિર-શાહરુખ બાજુમાં હતા. સલમાને થોડી સેકન્ડો માટે નાટુ નાટુનો સ્ટેપ કરવાનો પ્રયાસ કર્યો. બંને કલાકારો પણ તેમને કહી રહ્યા છે કે આ કેવી રીતે કરવાનું છે. પરંતુ પછી સલમાન ખાનનો મૂડ બદલાઈ જાય છે અને તે ગુસ્સામાં તેના ગળામાંથી પટ્ટો હટાવી લે છે અને ‘જીને કે હૈ ચાર દિન’થી પોતાનો ટુવાલ ડાન્સ શરૂ કરે છે. શાહરૂખ અને આમિર પણ તેને ફોલો કરે છે.
View this post on Instagram
આ ઉપરાંત નીતા અંબાણી અને મુકેશ અંબાણીએ પણ પોતાના રોમાન્ટિક ડાન્સથી ચાહકોના દિલ જીતી લીધા હતા. તેમને બોલિવૂડ સોગ્સ પર ડાન્સ કર્યો હતો. ફિલ્મ ‘શ્રી 420’ ના ગીત ‘પ્યાર હુઆ ઇકરાર હુઆ’ પર તેમને ધમાકેદાર પર્ફોમન્સ આપ્યું હતું. સાથે સાથે જૂની તસવીરો પણ બતાવવામાં આવી હતી. અંબાણી પરિવારે પોતાની જૂની યાદો તાજી કરી હતી.
View this post on Instagram