“3 ઈડિયટ્સ” ફિલ્મ જેવા દૃશ્યો રિયલમાં જોવા મળ્યા, એક વ્યક્તિ બાઈક પર જ દર્દીને લઈને ઇમરજન્સી વૉર્ડમાં ઘુસ્યો, જુઓ વીડિયો

દાદાની તબિયત બગડી અને પૌત્ર બની ગયો 3 ઈડિયટ્સનો આમિર ખાન, બાઈક પર દાદાને બેસાડી પહોંચી ગયો ઇમરજન્સી વૉર્ડમાં, જુઓ વીડિયો

3 Idiots movie scene in real life : ફિલ્મો અને રિયાલિટી ખુબ જ અલગ અલગ હોય છે, કારણ કે ફિલ્મોમાં કાલ્પનિકતા વધારે હોય છે. પરંતુ  ઘણીવાર રિયલ લાઈફમાં પણ ફિલ્મો જેવી ઘટનાઓ બની જતી હોય છે. જેનું તાજું ઉદાહરણ હાલ એક વાયરલ થઇ રહેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે. જેમાં ફિલ્મ “3 ઈડિયટ્સ”માં બતાવામાં આવેલા એક સીનની જેમ જ એક વ્યક્તિ બાઈક પર દર્દીને બેસાડીને બાઈક સાથે સીધો જ ઇમરજન્સી વૉર્ડમાં ઘુસી જાય છે.

બાઈક લઈને ઇમરજન્સી વૉર્ડમાં :

આ ઘટના સામે આવી છે મધ્ય પ્રદેશના સતના શહેરમાંથી. જ્યાંની સરદાર વલ્લભભાઈ પટેલ જિલ્લા હોસ્પિટલમાં શનિવારે ફિલ્મ ‘થ્રી ઈડિયટ્સ’ના સીન જેવું દ્રશ્ય જોવા મળ્યું હતું. દર્દીને બાઇક પર લઈને એક વ્યક્તિ હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાં પહોંચ્યો હતો. હોસ્પિટલના સિક્યોરિટી ગાર્ડે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે હોસ્પિટલ સ્ટાફ હોવાની ધમકી આપીને અંદર ગયો હતો. આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર શનિવારે મોડી રાત્રે નીરજ ગુપ્તા નામની વ્યક્તિની તબિયત લથડી હતી.

ફિલ્મ જેવા દૃશ્યો જોવા મળ્યા :

જેવી માહિતી તેમના પૌત્ર દીપક ગુપ્તાને મળી. તે ઉતાવળે તેમને બાઇક પર લઈને સતના હોસ્પિટલ તરફ ભાગ્યો. દીપક તેની બાઇક પર બેસી દાદા સાથે હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાં દાખલ થયો. અન્ય વ્યક્તિએ દર્દીને બાઇકની પાછળ પકડી રાખ્યો હતો. આ સીન આમિર ખાનની ફિલ્મ ‘3 ઈડિયટ્સ’ જેવો હતો.  દીપક સતના જિલ્લાના ટીકુરિયા ટોલાનો રહેવાસી છે. દીપક હોસ્પિટલમાં જ કામ કરે છે. તે હોસ્પિટલનો આઉટસોર્સ કર્મચારી છે. હવે હોસ્પિટલના આ આઉટસોર્સ કર્મચારીની હરકતો ચર્ચામાં છે.

હોસ્પિટલમાંથી નથી આવ્યું કોઈ નિવેદન :

હોસ્પિટલ મેનેજમેન્ટ તરફથી આ અંગે કોઈ નિવેદન આવ્યું નથી. હોસ્પિટલના પ્રાદેશિક મેડિકલ ઓફિસર શરદ દુબેએ આ મુદ્દે જણાવ્યું હતું કે ગઈ કાલે મને એક ગાર્ડે આ ઘટના વિશે જાણ કરી હતી. હું સોમવારે કાર્યવાહી અંગે તેના એમ્પ્લોયર પાસેથી જવાબ માંગીશ. તેણે એમ પણ કહ્યું કે એવું લાગે છે કે તે માણસ ઉતાવળમાં હતો. એવું લાગે છે કે તેણે તે જાણી જોઈને કર્યું નથી. દુબેએ કહ્યું કે હોસ્પિટલમાં આઠ સ્ટ્રેચર અને છ વર્કિંગ વ્હીલચેર દરેક સમયે ઉપલબ્ધ છે. લોકોએ સ્ટ્રેચર અને વ્હીલચેરનો ઉપયોગ કરવો જોઈએ. આ બનાવ જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

Niraj Patel