ધ્રાંગધ્રા-માલવણ હાઇવે પર ટ્રકને પાછળથી કાર અથડાતા ગમખ્વાર અકસ્માત, 3 યુવાનોના કરૂણ મોત – કારની હાલત જોઈને ધ્રુજી ઉઠશો- જુઓ
ગુજરાતમાંથી ઘણીવાર અકસ્માતના મામલા સામે આવતા હોય છે, ત્યારે હાલમાં સુરેન્દ્રનગરમાંથી ગમખ્વાર અકસ્માતની ઘટનામાં 3 લોકોના મોત થયા હોવાની ખબર સામે આવી રહી છે. ધ્રાંગધ્રા-માલવણ હાઇવે પર ટ્રક પાછળ કાર અથડાતા ગમખ્વાર અકસ્માત થયો અને બે યુવાનના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યા જ્યારે એકને સારવાર અર્થે વિરમગામ હોસ્પિટલ લઇ જતા મોત નીપજ્યું.
માલવણ સીએનજી પંપ જોડે આ અકસ્માત સર્જાયો હતો અને કુલ ત્રણ યુવાનોના મોત થયા છે. અકસ્માતની જાણ થતા જ આસપાસના લોકો આવી પહોચ્યા હતા અને કારમાં ફસાયેલા યુવકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પસાર થતા વાહન ચાલકો પણ બચાવ કામગીરીમાં જોડાયા હતા. પ્રાપ્ત જાણકારી અનુસાર, માલવણ સીએનજી પંપ નજીક કાર લઇને પસાર થઇ રહેલા ચાલકે અચાનક કાબુ ગુમાવ્યો અને કાર આગળ જઇ રહેલી ટ્રક પાછળ ઘુસી ગઇ.
આ અકસ્માતમાં બે યુવકોનું ઘટનાસ્થળે જ પ્રાણ પંખેરુ ઉડી ગયું જ્યારે એક યુવાનને સારવાર અર્થે વિરમગામ હોસ્પિટલ લઇ જતા તેનું મોત નીપજ્યું. અકસ્માતની જાણ થતા પોલિસ પણ તાત્કાલિક દોડી આવી હતી અને મૃતદેહને પીએમ માટે મોકલ્યા હતા.જણાવી દઇએ કે, આ પહેલા પણ સુરેન્દ્રનગરમાંથી એક ગમખ્વાર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી હતી, જેમાં 4 લોકો મોતને ભેટ્યા હતા.
સુરેન્દ્રનગરમાં ધ્રાંગધ્રા બાયપાસ પાસે પસાર થતી કાર પલટી મારી ડીવાઈડરની બીજી સાઈડ જતી ટ્રક સાથે અથડાઈ અને 4 લોકોના મોત થયા તો 2 વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. આ અકસ્માતનું કારણ કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવવાનું હતુ. જો કે, અકસ્માત એટલો ભયંકર હતો કે 4 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા.