3 cars hit in Ahmedabad : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતની ઘણી ઘટનાઓ સામે આવી રહી છે. ગયા મહિને થયેલી ઇસ્કોન બ્રિજ પરની ઘટનાને યાદ કરીને આજે પણ હૈયું થરથર કંપી ઉઠે છે. આ ઘટનામાં 10 લોકોના જીવ ગયા હોવા છતાં હજુ અમદાવાદમાં રફ્તારનો આતંક હજુ પણ શમવાનું નામ નથી લઇ રહ્યો અને રોજ રોજ કોઈ એવી ઘટના સામે આવે છે જેને લઈને લોકોમાં પણ ફફડાટ વ્યાપી જતો હોય છે. ત્યારે હાલ વધુ એક અકસ્માતની ઘટનાએ લોકોના જીવ અઘ્ધર કરી દીધા છે.
3 વાહનોને મારી ટક્કર :
આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના શેલા વિસ્તારની અંદર GJ 38 BE 9113ની એક લક્ઝ્યુરિય હેરિયર ગાડીએ એક પછી એક ત્રણ વાહનોને ટક્કર મારી હતી. આ ઘટનામાં કોઈ જાનહાની થઇ નથી, પરંતુ એક મહિલાને ઈજાઓ પહોંચી છે. કાર ચાલક ફૂલ સ્પીડમાં ગાડી લઈને ચાલી રહ્યો થયો અને ત્યારે જ તેને એક પછી એક ત્રણ ગાડીઓને ટક્કર મારી હતી. ઘટનાને લઈને લોકોના ટોળા પણ ઘટના સ્થળે ભેગા થઇ ગયા હતા. અકસ્માત બાદ કાર ચાલક ભાગી ગયો હતો.
100ની સ્પીડ પર હતી કાર :
આ ઘટના અંગે જાણ થતા જ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આરોપી કારચાલકની શોધખોળ શરૂ કરી હતી. જેના બાદ મોડી રાત્રે પોલીસે કાર ચાલકની ધરપકડ કરી હતી. કાર ચાલકનું નામ મનોજ અગ્રવાલ હોવાનું સામે આવ્યું છે. તો અકસ્માત સર્જનારી કારને પણ બોપલ પોલીસ સ્ટેશનમાં જમા કરાવી દેવામાં આવી છે. અકસ્માતના કારણે એક કારની એરબેગ પણ ખુલી ગઈ હતી. ત્યારે આ ઘટનાને નજરે જોનારા લોકોનો દાવો છે કે કાર 100ની સ્પીડ પર ચાલી રહી હતી.
પોલીસે ગણતરીના સમયમાં જ કરી ધરપકડ :
જો કે સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાની થઇ નહોતી, નહિ તો ઇસ્કોન બ્રિજ જેવી ઘટના ફરીવાર બની શકી હોત. આ અકસ્માતમાં એક મહિલાને ઇજા પહોંચી છે. જયારે બે ગાડીઓને ભારે અને એક ગાડીને સામાન્ય નુકશાન પહોંચ્યું છે. અકસ્માત બાદ કાર ચાલક કાર લઈને ફરાર થઇ ગયો હતો, પરંતુ પોલીસે આ કારણે શકાય સીટી ખાતે આવેલા ફ્લોરિસ નામની સ્કીમમાંથી ગાડી ઝડપી પડી હતી અને ગણતરીના સમયમાં જ કાર ચાલકને પણ શોધી લીધો.