રંગીલા શહેરમાં એક યુવક અને જાનકી લગ્ન માટે રૂમમાં મળ્યા, અચાનક જ ત્યાં 2 જણાએ આવીને….આંખો ઉઘાડનારો કિસ્સો આવ્યો સામે

ગુજરાતમાંથી ઘણીવાર હનીટ્રેપની ઘટનાઓ સામે આવે છે, જેમાં કેટલીકવાર યુવતિઓ અને મહિલાઓ દ્વારા યુવકોને કે આધેડ તેમજ વૃદ્ધોને ફસાવવામાં આવે છે અને તેમને બ્લેકમેઇલ કરી રૂપિયા પડાવવામાં આવતા હોય છે. ઘણીવાર તો આવા કિસ્સાઓમાં લાખો કરોડો રૂપિયાની પણ ઉઘરાણી કરવામાં આવે છે. ત્યારે હાલમાં રાજકોટમાંથી હનીટ્રેપની ઘટના સામે આવી છે. જેમાં લગ્નની લાલચ આપી અને અપહરણ કરી આરોપીઓએ એક પીડિતને હનીટ્રેપમાં ફસાવ્યો અને તેની પાસેથી બળજબરીથી 55,000 રૂપિયા પડાવ્યા.

આ બાબતની ફરિયાદ મળતા જ પોલીસે તપાસ હાથ ધરી અને બે મહિલા સહીત 3 આરોપીની ધરપકડ કરી છે. આ ઉપરાંત હજુ પણ અન્ય એકની શોધખોળ હાથ ધરવામાં આવી છે. આરોપી સોનલે ફરિયાદીનો સંપર્ક સાધી 5 મહિના બાદ તેને લગ્નની લાલચ આપી અને પૂર્વ આયોજીત કાવતરૂ કરી સોનલ પટેલ તેની સાથે આરોપી જાનકીને ફરિયાદીના ઘરે લગ્ન સબંધ કરાવવા બહાને છોકરી તરીકે બતાવવા લઇ ગઇ. ત્યાં ફરિયાદી અને જાનકી બેઠા-બેઠા વાતો કરતા હતા

તે દરમિયાન જ અન્ય આરોપીઓ જીતુદાન ઉર્ફે ભુરો અને ચીરાગ ઉર્ફે લાલો બંનેએ ફરીયાદી અને આરોપી જાનકી બંનેના મોબાઇલ ફોનમાં ફોટા પાડી ફરીયાદીને બંને ગાલ અને કાનના ભાગે તેમજ માથાના ભાગે જાપટો મારી. તે બાદ હોન્ડા સીટી કારમાં ફરીયાદીના ઘરેથી બળજબરીથી અપહરણ કરી બાદમાં માર મારવાની ધમકી આપી કોટક મહીન્દ્રા બેન્કના ATM માંથી 50 હજાર રૂપિયા બળજબરીથી કઢાવ્યા અને ઘરે લઇ જઇ સામાન વેર વીખેર કરી 5 હજાર મળી કુલ 55 હજાર રૂપિયા પડાવ્યા.

આ ઉપરાંત એવી પણ ધમકી આપી કે જો બીજા 45 હજાર 2 દિવસમાં નહી આપે તો આરોપી જાનકી સાથે જે ફોટા પાડ્યા છે તે વાયરલ કરી દેશે. આ બાબતે પીડિતે ફરિયાદ પોલિસમાં આપતા જ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચે હનીટ્રેપ અને અપહરણની ફરિયાદમાં આરોપી સોનલ, જાનકી અને જીતુદાન ઉર્ફે ભૂરો જેસાણીની ધરપકડ કરી અને ફરાર આરોપી ચિરાગ ઉર્ફે લાલો ભરવાડની શોધખોળ હાથ ધરી. જે આરોપી પોલિસની પકડમાં આવ્યા તેમની પાસેથી 55,000 રોકડ અને મોબાઈલ સહીત કુલ 1.60 લાખનો મુદામાલ કબ્જે કર્યો.

Shah Jina