મોરબીની લેડી ડોન રાણીબાએ આખરે કર્યુ સરેન્ડર, પગાર માગતા યુવકને મોઢામાં ચંપલ મૂકાવડાવી માર્યો હતો માર

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

ગુજરાતમાંથી ઘણીવાર લેડી ડોનની દાદાગીરીના વીડિયો વાયરલ થતા હોય છે. ત્યારે હાલમાં જ એક મામલો સામે આવ્યો હતો, જેમાં મોરબીની બહુચર્ચિત લેડી ડોન રાણીબાએ પગાર માગવા આવેલ યુવકને મોઢામાં ચંપલ મૂકાવડાવી માર માર્યો હતો અને તેની જાતિ વિશે પણ ટિપ્પણી કરી હતી. ત્યારે આ મામલે ફરિયાદ નોંધાયા બાદ રાણીબા ઉર્ફે વિભૂતી પટેલ ભૂગર્ભમાં ઉતરી ગઇ હતી. પણ હવે તે મોરબી પોલીસ સામે સરેન્ડર થઈ છે.

રાણીબાનું આખરે સરેન્ડર

વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા પોલીસ સ્ટેશનમાં હાજર થઈ છે. રાણીબા સહિત 3 આરોપીઓ પોલીસ સમક્ષ હાજર થયા હતા. જો કે, આ કેસનો હજુ એક આરોપી ફરાર છે. વિભૂતી પટેલ સહિત 12 આરોપીઓ દ્વારા પગાર માટે યુવાનને માર માર્યો હતો. આ મામલે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ હતી અને તે બાદ અત્યાર સુધીમાં ફક્ત એક આરોપીની જ ધરપકડ થઇ હતી અને બાકીના પોલીસ પકડથી દૂર હતા. ત્યારે હવે વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબાની સાથે રાજ પટેલ અને ઓમ પટેલ પણ એલસીબી કચેરીએ હાજર થયા.

યુવકને મોઢામાં ચંપલ પકડાવી માર્યો હતો માર

આરોપીઓ સામે આઇપીસી 395 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. વિભુતી પટેલના ભાઈ ઓમ પટેલની પણ ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત વિભૂતી સામે તલવારથી કેક કાપતા વીડિયો મામલે પણ ફરિયાદ નોંધવામાં આવી છે. જણાવી દઇએ કે, વિભુતિ પટેલ એકપોર્ટ ઇમ્પોર્ટના વ્યવસયા મામલે પણ તપાસ કરવામાં આવશે અને જીએસટી મામલે પણ તપાસ કરાશે.

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Shah Jina