રબ ને બનાદી જોડી: સાડા ત્રણ ફૂટના યુવકે કર્યા ત્રણ ફૂટની યુવતી સાથે લગ્ન, ચારે બાજુ થઇ રહી છે આ અનોખા લગ્નની ચર્ચા

કહેવામાં આવે છે ને કે જોડીઓ હંમેશા ભગવાન પાસેથી બનીને આવે છે.જ્યારે પોતાના બાળકો લગ્નલાયક ઉંમરના થાય ત્યારે તેમના માટે યોગ્ય પાત્ર શોધવાને લઇને માં-બાપ ખુબ ચિંતિત રહેતા હોય છે. આવું જ કંઈક રામપુરના શાહબાદમાંથી સામે આવ્યું હતું. જ્યાંની માત્ર 3 ફૂટની યુવતીને ઘણા સમયથી યોગ્ય યુવક મળી રહ્યો ન હતો, કેમ કે તેની હાઈટ અને શરીર ખુબ જ નાનું હતું. એવામાં 3 ફૂટની આ કન્યાને સાડા ત્રણ ફૂટનો યુવક મળી ગયો અને તેમના ધામધૂમથી લગ્ન કરાવવામાં આવ્યા હતા.

નગર મોહલ્લા ફર્રાશાન નિવાસી નબીલ ખાંની દીકરી તહસીનને આગળના ઘણા સમયથી યોગ્ય પુરુષ મળી રહ્યો ન હતો.લગ્ન માટે યોગ્ય વર શોધી શોધીને હતાશ થયેલા પરિવારે તહસીનના લગ્ન માટેની અપેક્ષાઓ પણ છોડી દીધી હતી. એવામાં તેના માટે સંભલ જિલ્લામાંથી મોહમ્મદ રેહાન નામના યુવકની લગ્નની વાત આવી જ્યા મોહમ્મદનું કદ સાડા ત્રણ ફૂટનું નીકળ્યું.મોહમ્મદનો પરિવાર પણ લાંબા સમયથી યોગ્ય કન્યાની શોધ કરી રહ્યા હતા.

જેના પછી બંને પરિવાર એકબીજાને મળ્યા અને બંનેના લગ્ન નક્કી કર્યા.જેના પછી શાહબાદના એક મેરેજ હોલમાં બંનેના લગ્ન ખુબ ધામધૂમથી કરવામાં આવ્યા હતા. આસપાસના વિસ્તારમાં આ લગ્નનની ખુબ ચર્ચા થઇ રહી છે. મોટી સંખ્યામાં લોકોની ભીડ આ અનોખા લગ્ન જોવા માટે ઉમટી પડી હતી અને નવ વિવાહિત જોડીને આશીર્વાદ પણ આપ્યા હતા.લોકોએ આ નવવિવાહિત જોડીને ‘રબ ને મિલાઇ જોડી’ દ્વારા પણ સંબોધી હતી.

આ લગ્નથી બંનેના પરિવારમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો કેમ કે કદ નાનું હોવાને લીધે બંનેના લગ્ન ઘણા સમયથી થઈ રહ્યા ન હતા જેને લીધે પરિવાર પણ ખુબ ચિંતીત હતો.આ સિવાય નવ વિવાહિત જોડી પણ એકબીજાને પામીને ખુબ જ ખુશ હતી. જણાવી દઈએ કે આ લગ્ન સોશિયલ મીડિયા પર પણ ચર્ચાનો વિષય બની ગયા છે અને લોકોએ સોશિયલ મીડિયા દ્વારા બંનેને લગ્નની ખુબ શુભકામનાઓ આપી છે.

મોહમ્મદ રેહાને પણ પણ પોતાની ખુશી વ્યક્ત કરતા કહ્યું કે,”ઘણા વર્ષો બાદ મારા લગ્ન થઇ રહ્યા છે. હું ઘણા સમયથી આ ઘડીની રાહ જોઈ રહ્યો હતો. એવામાં અલ્લાહે આખરે મને આ દિવસ દેખાડી જ દીધો. મારી હાઈટ સાડા ત્રણ ફૂટ અને મારી બેગમની હાઈટ ત્રણ ફૂટ છે. મને લગ્ન પછી ફોન પર અને સોશિયલ મીડિયા પર લોકો શુભકામનાઓ આપી રહ્યા છે. હું તે દરેક લોકોનો આભાર વ્યક્ત કરું છું”.આ સિવાય મોહમ્મદ ઈચ્છે છે કે લોકો તેના સુખી લગ્ન જીવન માટે કામના કરે.

Krishna Patel