કોલેજ કેમ્પસમાં જ અચાનક ઢળી પડ્યો 28 વર્ષનો વિદ્યાર્થી, હાર્ટ એટેક બન્યું મોતનું કારણ, કોલેજમાં છવાયો માતમ
28-year-old man died a heart attack in Rajkot : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી સામે આવી રહેલા હાર્ટ એટેકના મામલાઓ ચિંતાનો વિષય બની રહ્યા છે. ખાસ કરીને યુવાનોમાં હાર્ટ એટેક આવવા એ ખુબ જ ગંભીર બાબત બની રહી છે, ત્યારે હાલ રાજકોટમાંથી એક હાર્ટ એટેકની એવી જ ઘટના સામે આવી છે. જેમાં કોલેજના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરી રહેલા એક 28 વર્ષના યુવકનું હાર્ટ એટેકના કારણે મોત થયું છે.
આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટમાં આવેલી VVP એન્જીયરીંગ કોલેજના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા 28 વર્ષીય વિદ્યાર્થી કલ્પેશ પ્રજાપતિ કોલેજમાં જ અચાનક ઢળી પડ્યો હતો. જેના કારણે તેને કોલેજના પ્રિન્સિપાલ અને વિદ્યાર્થીઓ હોસ્પિટલમાં સારવાર માટે લઈને પહોંચ્યા હતા. પરંતુ ત્યાં તેને સારવાર મળે એ પહેલા જ તબીબે મૃત જાહેર કર્યો હતો.
યુવક મૂળ તાપી જિલ્લાનો વતની હતો. તેના પિતા વ્યારાના બાજીપુરા ગામની અંદર કરિયાણાની દુકાન ચલાવે છે. તેના પરિવાર માતા પિતા ઉપરાંત એક મોટી બહેન પણ છે. ત્યારે દીકરાના આમ અકાળે મોતના સમાચારથી પરિવાર માથે પણ આ આભ તૂટી પડ્યું હતું અને તેઓ તાત્કાલિક રાજકોટ આવી પહોંચ્યા હતા.
28 વર્ષના જુવાનજોધ દીકરાના મોતથી પરિવાર પણ આઘાત છે, ત્યારે તેના સાથી વિદ્યાર્થી મિત્રો માટે પણ આ ઘટના કારમાં આઘાત સમાન બની ગઈ છે. ત્યારે ગુજરાતમાં હાર્ટ એટેકના કારણે આ રીતે વધુ એક યુવકનું મોત થવું ચિંતાનો વિષય પણ બની રહ્યું છે.