રિલાયન્સમાં નોકરી કરતા 28 વર્ષીય યુવકને આવ્યો હાર્ટ એટેક, મૃત્યુ થતા લોકો ફફડી ઉઠ્યા, જાણો વિગત
youth from Surat died of a heart attack : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકના મામલાઓ સતત સામે આવી રહ્યા છે. ખાસ કરીને યુવાનોમાં હાર્ટ એટેક આવવાના મામલાઓ ચિંતા જનક બની રહ્યા છે. રોજ સવારે એક બે યુવાનોમાં હાર્ટ એટેકે આવવાના મામલા સાંભળવા મળે છે, વળી થોડા દિવસ પહેલા એક સગીરનું પણ હાર્ટ એટેક આવતા મોત થયું હોવાનું સામે આવ્યું હતું.
ત્યારે હાલ વધુ એક હાર્ટ એટેકનો મામલો સુરત (surat) માંથી સામે આવ્યો છે. સુરતના હજીરામાં પણ એક 28 વર્ષના યુવકનું હાર્ટ એટેકના કારણે મોત થયું છે, આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર હજીરામાં આવેલી રિયલાયન્સ કંપનીમાં નોકરી કરી રહેલા 28 વર્ષીય આશાસ્પદ યુવાન રાહુલ સિંહની અચાનક તબિયત લથડતા જ તેને તેના મિત્રોને ફોન કરીને જાણ કરી.
મિત્રોને ખબર પડતા જ તેઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હહત ને 108ને પણ તાબડતોબ જાણ કરી દીધી હતી. જેના બાદ 108 આવી જતા તેના કર્મચારીએ યુવબકને મૃત જાહેર કર્યો હતો. આ ઘટના અંગે હજીરા પોલીસને જાણ કરતા પોલીસ પણ દોઢી આવી હતી. પોલીસે યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પીએમ રિપોર્ટ બાદ તેના મોતનું સાચું કારણ સામે આવશે.
ગત રોજ પણ એક મામલો વડોદરામાંથી સામે આવ્યો હતો. જ્યાં એક 27 વર્ષના યુવકને હાર્ટ એટેક આવતા તેનું પણ મોત નીપજ્યું હતું. વડોદરાના એડવોકેટ નિહાલ ત્રિવેદીના હાર્ટ એટેકથી મોતના સમાચાર સામે આવ્યા બાદ વડોદરા ડિસ્ટ્રિક્ટ ક્રિમીનલ બાર એસોસિએશનમાં અને તેના પરિવારમાં પણ શોકનો માહોલ ફેલાઇ ગયો હતો.