28 જાન્યુઆરી 2022 એકાદશી શુભ મુહૂર્ત…તેમજ તલથી આ એક મહા ઉપાય અવશ્ય કરો ધનલાભ થશે

શાસ્ત્રોમાં મહા મહિનાની ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે.આ મહિનામાં વ્રત અને દાન-પુણ્ય ખૂબ જ મહત્વ છે. મહા મહિનાના કૃષ્ણ પક્ષમાં આવવા વાળી એકાદશીને ષટતિલા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે અને પૂજામાં તલનો ઉપયોગ કરવામાં આવે છે.

એવું કહેવામાં આવે છે કે એકાદશીનું વ્રત સાચા મનથી કરે તે લોકોને ભગવાન વિષ્ણુની કૃપા બની રહેતી હોય છે અને તેની દરેક મનોકામના પૂર્ણ થાય છે. ભગવાન વિષ્ણુને તલથી બનાવેલા પકવાનોનો ભોગ ચઢાવવામાં આવે છે. એકાદશી શુભ મુહૂર્ત:- વર્ષ 2022માં એકાદશીનું વ્રત 28 જાન્યુઆરી શુક્રવારના દિવસે આવે છે.

એકાદશી પ્રારંભ તિથિ 28 જાન્યુઆરી 2:26 મિનિટ પર.  એકાદશી સમાપ્તિ તિથી 28 જાન્યુઆરી રાત્રે 11:35 મિનિટ.

એકાદશી પૂજા વિધિ:
માતાજીના દિવસે સવારે વહેલા ઊઠી જળમાં તલ નાખીને સ્નાન કરવું તેમજ વ્રતનો સંકલ્પ કરી પીળા વસ્ત્ર ધારણ કરવા. પૂજા સ્થળ પર ભગવાન વિષ્ણુની પ્રતિમા સ્થાપિત કરવી. પૂજા વિધિમાં ધૂપ, દીપ ,તુલસીપત્ર ,પીળા ફળ ફૂલ અર્પણ કરવા. જો સંભવ હોય તો 3 વાર નારાયણ કવચ નો પાઠ અવશ્ય કરવો. તેમજ એકાદશી ની વ્રત કથા સાંભળવી. એકાદશીના દિવસે જાગરણ કરી બારસના દિવસે વ્રતનું પારણ કરી બ્રાહ્મણોને દાન કરવું.

એકાદશીનું મહત્વ:-
માન્યતા અનુસાર જે વ્યક્તિ એકાદશીનું વ્રત રાખે છે.ભગવાન દ્વારા તેને અજાણ્યામાં કરેલા પાપોથી મુક્તિ અને મોક્ષ પ્રદાન કરે છે વ્યક્તિ દ્વારા આ વ્રત કરવાથી કન્યાદાન તેમ જ સુવર્ણદાન બરાબર ફળ મળે છે. એકાદશી માતાનું વિશેષ મહત્વ છે. પૂજામાં તલનો પ્રયોગ કરવાથી વ્યક્તિને પુણ્ય પ્રાપ્તિ થાય છે. આ દિવસે તલનું સ્નાન ,તલનું ભોજન, તલનું દાન , તલનુ તર્પણ કરવું જોઈએ.

એકાદશી મહા ઉપાય:-
એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુજીને વિધિ-વિધાનથી પૂજા કરી તેમજ તલનો ઉપયોગ કરવાથી વ્યક્તિને સુખ સમૃદ્ધિ , સફળતા અને મા લક્ષ્મીજીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.

આ દિવસે પંચામૃતમાં તલ નાખી ભગવાન વિષ્ણુને સ્નાન કરાવાથી શુભ માનવામાં આવે છે. ધન પ્રાપ્તિ અને આર્થિક સમસ્યા દૂર કરવા માટે આ દિવસ ભગવાન વિષ્ણુ શિવ અને માતા લક્ષ્મીજીને કાળા તલ અને મિઠાઈ અર્પણ કરવી. એકાદશીના દિવસે જળમાં દૂધ અને કાળા તલ નાખી સૂર્યદેવને અર્ધ્ય આપવાથી તમારા જીવનમાં આવવા વાળી મુશ્કેલીઓ દૂર થાય છે. આ દિવસે ભગવાન શિવજીને દૂધ અને કાળા તલનો અભિષેક કરવો શુભ માનવામાં આવે છે.

Niraj Patel