સુરતમાં ચાલુ બાઇકે 27 વર્ષીય યુવકને આવી ગયો હાર્ટ એટેક, તમે પણ સાવધાન થઇ જજો, રોજ કોઈને કોઈ મરી રહ્યું છે….

ગુજરાતમાંથી છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકથી મોત થવાના કિસ્સા સામે આવી રહ્યા છે. કોઇને ક્રિકેટ રમતા રમતા હાર્ટ એટેક આવી રહ્યો છે તો કોઇને ફૂટબોલ રમતા, તો કોઇ જીમમાં એક્સરસાઇઝ કરતા ઢળી પડે છે અને કોઇને લગ્નમાં નાચતી વખતે હાર્ટ એટેક આવે છે અને તેને કારણે તેઓ મોતને ભેટતા હોય છે. ત્યારે હાલમાં વધુ એક કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક યુવકને ચાલુ બાઈકે છાતીમાં દુખાવો ઉપડ્યો અને બાદમાં તેણે હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડી દીધો.

સુરતમાં 27 વર્ષિય શનિ કાલે નામનો યુવાન તેના મિત્રો સાથે જમવા ગયો હતો અને તે બાદ તે જમીને તેઓ ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે જ બાઇક પર તેને છાતીમાં દુખાવો ઉપડ્યો. જેને કારણે તેના મિત્રો તેને હોસ્પિટલ લઇ પહોંચ્યા જ્યાં તેનું સારવાર બાદ મોત નિપજયુ. ડોક્ટર અનુસાર, યુવકને છાતીમાં દુખાવાની સાથે હાર્ટ એટેક આવ્યો હતો અને તેને કારણે તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યુ. આ ઉપરાંત રાધનપુરમાં એસટી ડ્રાઇવરને પણ ચાલુ ફરજ દરમિયાન એટેક આવતા તેમનું મોત નીપજ્યુ હતુ.

સોમનાથથી રાધનપુર પરત ફરતા ડેપો નજીક પહોંચતા ડ્રાઇવરની તબિયત લથડી હતી. હતી અને તેમને છાતીમાં દુખાવો ઉપડતા ડ્રાઇવરે મુસાફરોથી ભરેલી એસટી બસ સલામત ડેપોમાં પાર્ક કરી દીધી. જોકે, તેમની તબિયત લથડતા તેમને રાધનપુર રેફરલ હોસ્પિટલમાં ખસેડાયા, પણ અફસોસ કે તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યુ. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા બોટાદના પી.એસ.આઈ.નું પણ હાર્ટ એટેકના કારણે મોત નીપજ્યુ હતુ.

Shah Jina