એક રિક્ષા, 27 સવારી…એક-એક કરી જ્યારે ઉતર્યા લોકો તો પોલિસના પણ ઉડી ગયા હોંશ- વીડિયો થયો વાયરલ

સામાન્ય રીતે તમે રિક્ષામાં 2-3 કે પછી 4-5 લોકોને સફર કરતા જોયા હશે. વધારેમાં વધારે એક રિક્ષામાં 7-8 લોકો સફર કરી શકે છે. પરંતુ હાલ એક એવો વીડિયો સામે આવ્યો છે, જ્યાં એક પોલિસવાળાએ એક રિક્શાવાળાને રોક્યો તો અંદરનો નજારો જોઇ તેઓ પણ હેરાન રહી ગયા હતા. રિક્ષામાં બેસેલા લોકોએ પોલિસને એક એક કરી નીચે ઉતારવાની ગણતરી કરી. પોલિસની ગણતરી 26 પર જઇ રોકાઇ. ત્યાં રિક્ષાચાલકને મળી કુલ 27 લોકો રિક્ષામાં એકસાથે સવારી કરી રહ્યા છે. આ ઘટનાનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચાઓ મેળવી રહ્યો છે.

આ ચોંકાવનારી ઘટના ઉત્તરપ્રદેશના ફતેહપુર જિલ્લાના બિંદકી કોતવાલી ક્ષેત્રની છે. વીડિયો અનુસાર કેટલાક લોકો નમાજ પઢી ઓટો રિક્ષામાં સવાર થઇ નીકળ્યા હતા. બિંદકીના લલૌલી રસ્તા પર પોલિસે આ રિક્ષાને રોકી લીધી. આરોપ છે કે રિક્ષા ચાલક તેજ ગતિએ ચલાવી રહ્યો હતો અને પોલિસે જ્યારે રિક્ષા રોકી તો અંદરનો નજારો જોઇ તો તેમના હોંશ ઉડી ગયા.

રિક્ષામાં ઘણી ભીડ જમા હતી. પોલિસે એક એક કરી રિક્ષામાંથી બધાને બહાર નીકાળ્યા અને લોકોની ગણતરી કરી. પોલિસની ગણતરી બાળકોને મળાવી 26 પર જઇને ખત્મ થઇ. રિક્ષા ડ્રાઇવરને જોડી 27 લોકો રિક્ષામાં સવાર હતા. રિક્ષામાં એકસાથે 27 લોકોની સવારી થવાની જાણકારી બાદ પોલિસે ડ્રાઇવર સહિત બધાની ક્લાસ લગાવી દીધી.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

ઘટના દરમિયાન ત્યાં હાજર કોઇ વ્યક્તિ આનો વીડિયો બનાવી લીધો અને હવે સોશિયલ મીડિયા પર આ વીડિયોને ઘણો જ જોવામાં આવી રહ્યો છે. વીડિયો જોઇ નેટિજન્સ પણ વિચારમાં પડી ગયા છે કે એક રિક્ષામાં એકસાથે 27 લોકો કેવી રીતે બેસી શકે ?

Shah Jina