70 વર્ષના વૃદ્ધ સાથે 25 વર્ષની છોકરીએ કર્યા લગ્ન, દુનિયાભરમાં થઇ રહી છે આ અનોખા કપલની ચર્ચા

25 વર્ષની છોકરી, દુલ્હો ‘દાદા’ની ઉંમરનો : 70 વર્ષના વૃદ્ધ સાથે ખુશ, સવાલ ઉઠાવવાવાળાને આપ્યો મુંહતોડ જવાબ

કહેવાય છે કે પ્રેમ વ્યક્તિને બગાવત કરતા શીખવે છે. આ વાત અવાર નવાર કોઇના કોઇ પ્રેમ કરવાવાળાથી સાચી થાય છે. કંઇક આવી જ બગાવત એક છોકરીએ કરી હતી જે 25 વર્ષની ઉંમરે 70 વર્ષના એક પુરુષ સાથે પ્રેમમાં પડી હતી. પરિવાર અને સમાજના ના પાડવા છતાં યુવતીએ તેના પ્રેમી સાથે લગ્ન કરી લીધા. 45 વર્ષના તફાવત સાથે જ્યારે પણ કોઈ તેમના લગ્ન પર સવાલ ઉઠાવે છે, ત્યારે આ કપલ યોગ્ય જવાબ આપીને બોલવાનું બંધ કરી દે છે. આ કપલને બે વર્ષનો પુત્ર પણ છે.

તેમની ઉંમરમાં 45 વર્ષનો તફાવત હોવા છતાં તેમની વચ્ચે પ્રેમમાં કોઈ કમી નથી. બંને ખુશીથી સાથે રહે છે. ‘લવ ડોન્ટ જજ’ નામના શોમાં બંનેએ પોતાની કહાની સંભળાવી છે. જે બાદ આ અનોખા પ્રેમની ચર્ચા આખી દુનિયામાં થઈ રહી છે. બંને પહેલીવાર પાંચ વર્ષ પહેલા એક પબમાં મળ્યા હતા. તે સમયે ડોન 65 વર્ષનો હતો. જ્યારે સ્ટેફની માત્ર 20 વર્ષની હતી. સ્ટેફની તે પબમાં કામ કરતી હતી. ડોન અવારનવાર ત્યાં જતો હતો. ધીમે ધીમે બંને એકબીજાના પ્રેમમાં પડ્યા. એક રિપોર્ટ અનુસાર સ્ટેફનીએ જણાવ્યું કે ‘જ્યારે પણ ડોન પબમાં આવતો ત્યારે હું તેને જોઈને ખુશ થઈ જતી હતી.’

તેમની પહેલી મુલાકાતના થોડા સમય બાદ સ્ટેફની અને ડોને એક સાથે જીવન વિતાવવાનું નક્કી કર્યું. બંને લિવ-ઈનમાં રહેવા લાગ્યા. બાદમાં બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. જ્યારે સ્ટેફનીના પરિવારને તેમની પુત્રીના આ નિર્ણયની જાણ થઈ તો તેઓ થોડા આશ્ચર્યચકિત થઈ ગયા. પરંતુ બાદમાં તેણે સ્ટેફનીના નિર્ણયને સમર્થન આપ્યું હતું. સ્ટેફનીના ભાઈઓએ પણ આ સંબંધનો વિરોધ કર્યો ન હતો. પરંતુ બંનેના આ સંબંધથી લોકોએ ઘણું સહન કર્યું હતું. સ્ટેફની અને ડોનને લોકો પાસેથી ઘણા ટોણા સાંભળવા પડ્યા.

સ્ટેફની પર આરોપ છે કે તેણે ડોનના જીવન વીમાના પૈસા માટે લગ્ન કર્યા હતા. સ્ટેફની અને ડોનનો પુત્ર હવે 2 વર્ષનો છે. જ્યારે ડોન તેના પુત્રને તેની બાહોમાં લઈને નીકળે છે, ત્યારે લોકો તેને દાદા કહીને બોલાવે છે. જ્યારે સ્ટેફની અને ડોન હાથ પકડીને જતા હોય છે, ત્યારે લોકો ઘણીવાર તેમને ટોણો મારતા હોય છે અને તેમની તરફ જોતા હોય છે. લોકોના સારા-ખરાબ પ્રતિભાવ વચ્ચે, સ્ટેફની અને ડોને શોમાં કહ્યું હતું કે ‘તેઓને દુનિયાની પરવા નથી’. તેણે એમ પણ કહ્યું કે તે તેના પુત્ર અને બાકીના પરિવાર સાથે ખૂબ જ ખુશ છે. જણાવી દઇએ કે, આ કિસ્સો કેનેડાનો છે.

Shah Jina