ગુજરાત સમેત દેશભરમાં આપઘાતના ઘણા બધા મામલાઓ સામે આવી રહ્યા છે, જેમાં ઘણા નાની ઉંમરના બાળકો અને યુવક યુવતીઓ પણ નાના એવા કારણને લઈને આપઘાત કરીને જીવન ટૂંકાવી લેતા હોય છે, આપઘાત પાછળનું કારણ મોટાભાગે પ્રેમ પ્રસંગો, કોઈ વ્યક્તિ દ્વારા હેરાન ગતિ અને પરીક્ષામાં નિષ્ફ્ળતા જોવા મળે છે, ત્યારે હાલ એક મામલો સામે આવ્યો છે, જેમાં ધાનેરાની એક દીકરીએ દિલ્હીમાં આપઘાત કરી લીધો છે.
આ બાબતે પ્તાપ્ત માહિતી અનુસાર, ધાનેરામાં શિવ રેસ્ટોરન્ટના મલિક એવા કૈલાશ ગોપાલ બાંધેલની દીકરી ટ્વિન્કલ તેની બે બહેનપણીઓ સાથે દિલ્હીમાં MBAનો અભ્યાસ કરી રહી હતી. ત્યારે તેનો ક્લાસમેટ કરણ સાથે છેલ્લા ઘણા સમયથી ઝઘડો ચાલી રહ્યો હતો, કરણ રાજસ્થાનનો રહેવાસી હતો. આ કારણે તે માનસિક તાણમાં પણ આવી ગઈ હતી, અને ત્યારબાદ જે ઘરમાં તે રહેતી હતી તેના ત્રીજા માળેથી કૂદીને આપઘાત કરી લીધો.
ટ્વીન્કલ દિલ્હીના ફ્રીડમ ફાઈટર કોલોનીના બ્લોક Aમાં બે અન્ય યુવતીઓ સાથે ભાડાના ઘરમાં રહેતી હતી અને MBAનો અભ્યાસ કરતી હતી. મંગળવારની સાંજે તે આ બિલ્ડિંગના ત્રીજા માળેથી કૂદી ગઈ હતી. જેના બાદ આસપાસના લોકો તરત દોડી આવ્યા, ગંભીર રીતે ઘાયલ થયેલી ટ્વિન્કલને તાત્કાલિક સાંકેતની મેક્સ હોસ્પિટલમાં લઇ જવામાં આવી. જ્યાં સારવાર દરમિયાન બુધવારે સવારે તેને દમ તોડી દીધો હતો. ઘટનાને લઈને તેના પરિવારમાં શોકનો માહોલ ફરી વળ્યો.
આ મામલે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને મામલાની તપાસ હાથ ધરી હતી, તેની બહેનપણીઓની પુછપરછ કરતા તેનો તેના ક્લાસમેટ કરણ સાથે ઝઘડો થયો હોવાની વાત જણાવી હતી. ટ્વિન્કલ અને કરણ વચ્ચે ઘણા સમયથી મિત્રતા હોવાનું પણ સામે આવ્યું છે. પોલીસે ટ્વીન્કલની લાશનું પોસ્ટમોર્ટમ કરાવીને તેના પરિવારજનોને સોંપી દીધી હતી. હાલ પોલીસ આ મામલે આપઘાત કરવા પાછળનું સાચું કારણ પણ શોધવામાં લાગી ગઈ છે.