સાવકા ભાઇને જ દિલ આપી બેસી 23 વર્ષની છોકરી, કરી લીધા લગ્ન- જાણો લવ સ્ટોરી

પ્રેમ શબ્દના કર્યા ધજાગરા, માતાએ કર્યા બીજા લગ્ન તો નવા પિતાના દીકરા સાથે થઇ ગયો દીકરીને પ્રેમ, સંબંધમાં ભાઇ-બહેન બની ગયા પતિ-પત્ની !

આ દુનિયાની સૌથી સુંદર લાગણી પ્રેમ છે અને આ લાગણી માટે એક વાત પ્રખ્યાત છે કે પ્રેમ આંધળો હોય છે. પ્રેમમાં પડેલી વ્યક્તિ ક્યારેય એ નથી જોતી કે તેના જીવનસાથીની ઉંમર શું છે, તે કયા જાતિ-ધર્મનો છે અથવા તેની પાસે કેટલી સંપત્તિ છે. હાલમાં પ્રેમનો એક એવો મામલો સામે આવ્યો છે, જે સાંભળી તમે પણ ચોકી જશો. 23 વર્ષની છોકરીએ 27 વર્ષના સાવકા ભાઈ સાથે લગ્ન કરી લીધા. બંનેના આ નિર્ણયને માતા-પિતાએ પણ ટેકો આપ્યો હતો.

છોકરી અને છોકરો પહેલેથી જ એકબીજાને ઓળખતા હતા. જો કે, ત્યારે તેમની વચ્ચે ભાઈ-બહેનનો કોઈ સંબંધ નહોતો. પરંતુ 2019માં, જ્યારે છોકરીની માતાએ તે છોકરાના પિતા સાથે બીજા લગ્ન કર્યા, ત્યારે તેઓ સંબંધમાં ભાઈ-બહેન બની ગયા. ફિનલેન્ડની માટિલ્ડા એરિકસનની માતાએ વર્ષ 2019માં સેમુલીના પિતા સાથે લગ્ન કર્યા હતા. માટિલ્ડા અને સેમુલી પહેલેથી જ પરિચિત હતા. પરંતુ જ્યારે માટિલ્ડાની માતા અને સેમુલીના પિતાએ એકબીજા સાથે લગ્ન કર્યા,

ત્યારે માટિલ્ડા અને સેમુલી ભાઈ-બહેન બન્યા. તેઓ માટિલ્ડાની માતાના 50મા જન્મદિવસની પાર્ટીમાં મળ્યા. આ પછી તેઓ પ્રેમમાં પડ્યા અને બાદમાં તેઓએ લગ્ન કરવાનો નિર્ણય કર્યો. કપલના આ નિર્ણયને તેમના માતા-પિતાએ પણ સમર્થન આપ્યું હતુ. વાતચીતમાં માટિલ્ડા એરિક્સનનું કહેવું છે કે જ્યાં સુધી તે સેમુલીને ન મળી ત્યાં સુધી તેણે લગ્ન કરવાનું વિચાર્યું ન હતું. તે કહે છે કે, અમે મમ્મીના જન્મદિવસની પાર્ટીમાં મળ્યા હતા અને થોડા અઠવાડિયા પછી જ અમે ડેટિંગ કરવાનું શરૂ કર્યું.

ધીમે ધીમે અમને બંનેને સાથે સમય વિતાવવાની મજા આવવા લાગી. માટિલ્ડાએ કહ્યું- ‘અમે બંને પહેલા પણ અલગ-અલગ લોકો સાથે લાંબા સમયથી રિલેશનશિપમાં રહ્યા છીએ પરંતુ ક્યારેય કોઈની સાથે આવું લાગ્યું નથી.’ મળ્યાના થોડા સમય બાદ અમને લાગ્યું કે અમારે અમારા સંબંધોને આગળ લઈ જવા જોઈએ. પરંતુ મિત્રો અને સંબંધીઓને આ વાત પસંદ ન આવી. તેઓએ કહ્યું કે હું જે મારો ભાઈ છે, તેને હવે બોયફ્રેન્ડ તરીકે કેવી રીતે સ્વીકારી શકાય. પરંતુ તેની માતાએ આ ખચકાટ દૂર કરવામાં માટિલ્ડાને સાથ આપ્યો.

તેણે પોતે માટિલ્ડાને સેમુલીની સાથે નવો સંબંધ શરૂ કરવાની મંજૂરી આપી. માટિલ્ડા કહે છે કે મને લાગે છે કે માતા અને સેમુલીના પિતા પણ ઇચ્છતા હતા કે તેઓ સાથે રહે. માટિલ્ડા એરિક્સને વધુમાં કહ્યું કે ભવિષ્યમાં જો તેની સામે કોઈ કાનૂની સમસ્યા છે તો તે પણ તૈયાર છે. મારી બહેનની સૌથી નજીકની મિત્ર કાયદાની વિદ્યાર્થિની છે અને તેણે અમને કહ્યું કે લગ્નમાં કોઈ સમસ્યા નથી, તે તેના સાવકા ભાઈ સાથે લગ્ન કરી શકે છે. લગ્ન બાદ હવે બંને પરિવાર પણ આગળ વધવાનું વિચારી રહ્યા છે.

Shah Jina