23 વર્ષની છોકરીને તેના દાદાની ઉંમરના વૃદ્ધ સાથે થયો પ્રેમ, લગ્ન બાદ બની 63 વર્ષના પતિના છોકરાની મમ્મી

પોતાનાથી 40 વર્ષ મોટા પુરુષને દિલ આપી બેઠી છોકરી, કહી આ વાત…

કદાચ કોઇએ સાચુ જ કહ્યુ છે કે પ્રેમ કરવાની કોઇ ઉંમર નથી હોતી, ના કોઇ દોર હોય છે. પ્રેમ તો પ્રેમ છે, જ્યારે થાય છે બેહિસાબ થાય છે. એક યુવતિને તેનાથી 40 વર્ષ મોટા વ્યક્તિ સાથે પ્રેમ થઇ ગયો અને તેણે તેની સાથે લગ્ન પણ કરી લીધા. 23 વર્ષિય મારિયા એડુઆરડા ડિયાસ અને 63 વર્ષિય નિક્સન મોટ્ટાએ ટિકટોક પર વીડિયો બનાવી તેમના રિલેશનશિપને ડિફેંડ કર્યુ. કપલ બ્રાઝિલના કેંપિના ગ્રાંડ શહેરના રહેવાસી છે. (Image Credit: Maria Eduarda Carvalho/Nixon Motta/Facebook)

કપલ પર નિશાન સાધતા સોશિયલ મીડિયા યુઝર્સે કહે છે કે છોકરીએ પૈસાની ખાતિર ઉંમરવાળા વ્યક્તિ સાથે લગ્ન કર્યા છે, તે ગોલ્ડ ડિગર છે.બ્રિટિશ અખબાર ધ સન અનુસાર, મારિયાએ નિક્સનને ડેટ કરવાનું શરૂ કર્યું જ્યારે તે માત્ર 16 વર્ષની હતી. આ કપલે ટિકટોક પર તેમના લગ્નની જાહેરાત કરી હતી. પરંતુ લોકો બંને વિરુદ્ધ નકારાત્મક કમેન્ટ્સ કરવા લાગ્યા. બ્રાઝિલની મારિયાએ કહ્યું, ‘મેં ખરેખર કલ્પના કરી હતી કે તે વાયરલ થશે,

પરંતુ સકારાત્મક રીતે. લોકો વિચારશે કે ‘કેટલી સુંદર લવ સ્ટોરી છે,’ પરંતુ એવું ન થયું.” નિક્સને ખુલાસો કર્યો કે તેને આવી નકારાત્મક પ્રતિક્રિયાની અપેક્ષા નહોતી. નિક્સને કહ્યું, ‘ઘણા લોકો કહે છે કે હું ધનવાન છું અને મારિયાએ એના કારણે લગ્ન કર્યા, પરંતુ તેના તરફથી ક્યારેય કોઈ સ્વાર્થ નહોતો, તેણે એવી પણ ટિપ્પણી કરી કે અમે કદાચ 16 વર્ષની ઉંમર પહેલા મળ્યા હતા. જ્યારે હું તેને મળ્યો ત્યારે તે 16 વર્ષ અને છ મહિનાની હતી.’

મારિયાએ કહ્યું, ‘અમારી વચ્ચે બધું હંમેશા સહમતિથી રહ્યું છે. તેણે ક્યારેય એવું કંઈ કર્યું નથી જેની સાથે હું સહમત ન હોઉં. મને ક્યારેય આવો કોઈ અધિકાર મળ્યો નથી, અથવા કંઈપણ કરવા માટે દબાણ કરવામાં આવ્યું નથી, અથવા હું જ્યાં જવા માંગતી ન હોઉ ત્યાં લઈ જવામાં આવી હતી.’ આ કપલે ગયા વર્ષે જૂનમાં લગ્ન કર્યા હતા. કપલના પરિવારજનોએ પણ તેમના સંબંધોને મંજૂરી આપી હતી. મારિયા અને નિકસનને એક પુત્રી પણ છે.

63 વર્ષીય નિક્સન મોટ્ટા વ્યવસાયે રેડિયો ડીજે છે. કપલનું કહેવું છે કે ઉંમરના તફાવતને કારણે સોશિયલ મીડિયા યુઝર્સ તેમને ટોણા મારતા રહે છે. આ કપલ તેમના એક વીડિયોના કારણે સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. લગ્ન કર્યા પછી કપલે તેમની લવ લાઇફ વિશે એક વીડિયો બનાવ્યો. જેને 1 કરોડથી વધુ વ્યૂઝ મળ્યા. જો કે, ઘણા યુઝર્સે કપલને ટ્રોલ પણ કર્યા હતા. એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું, આ વીડિયો ઘણી રીતે અસ્વસ્થ છે. અન્ય ઘણા લોકોએ લખ્યું હતું કે સંબંધ બિલકુલ સામાન્ય નથી.

મારિયાએ આ વીડિયો વિશે કહ્યું કે તેને આશા હતી કે તે સકારાત્મક રીતે વાયરલ થશે, લોકો કહેશે ક્યા સુંદર લવ સ્ટોરી હૈ? પરંતુ આવું ન થયું. મારિયાએ કહ્યું કે એવા ઘણા લોકો છે જેઓ તેને પ્રાઈવેટ મેસેજ મોકલે છે અને રિલેશનશિપને સપોર્ટ કરે છે. નિક્સને કહ્યું કે એવી અપેક્ષા નહોતી કે લોકો આ રીતે સંબંધોની ટીકા કરશે. નિક્સને કહ્યું કે અમે બંને થોડી મીટિંગ પછી એકબીજાની નજીક આવ્યા, શરૂઆતમાં મિત્રોની જેમ હેંગઆઉટ કરતા હતા. મારિયાએ કહ્યું કે અમારા બંને વચ્ચેના સંબંધો પરસ્પર સહમતિના આધારે છે. જો તમે કોઈ વ્યક્તિને પ્રેમ કરો છો તો તમારે તેના માટે લડવું જોઈએ. એજગેપનો મુદ્દો હોય કે અન્ય કોઈ.

Shah Jina