ખબર

સૌથી મોટા સમાચાર: 2000 ની નોટ પાછી ખેંચવાનો નિર્ણય- જાણો આખી મેટર

RBI એ 2000ની ચલણી નોટ પર ચાલતી તમામ અટકળોનો આખરે અંત લાવ્યો છે, RBIએ 2000 ની નોટનું સર્ક્યુલેશન બંધ કરવાની કરી ન્યુઝ આવી છે. તમને જણાવી દઈએ કે, સર્ક્યુલેશન બંધ થશે પણ 2 હજારની નોટ ચલણમાં ચાલુ જ રહેશે તેમજ બજારમાં અસ્તિત્વમાં રહેલી તમામ 2 હજારની નોટ માન્ય રહેશે.મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આરબીઆઈએ 2000 રૂપિયાની નોટને ચલણમાંથી પાછી લેવાનો નિર્ણય લીધો છે.

પ્રતિકાત્મક તસવીર

જો કે કાયદેસરની મુદ્રા તો રહેશે જ. આજે શુક્રવારે જાહેર કરાયેલા એક નિવેદનમાં, મધ્યસ્થ બેંકે જણાવ્યું હતું કે, RBI ની ક્લીન નોટ પોલિસીના અનુસંધાનમાં, રૂ. 2000 મૂલ્યની બેંક નોટોને ચલણમાંથી પાછી ખેંચી લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

જો કે રૂ. 2000 મૂલ્યની બેન્ક નોટ કાનૂની ટેન્ડર તરીકે ચાલુ રહેશે. સમયબદ્ધ રીતે કવાયત પૂર્ણ કરવા અને જનતાને પર્યાપ્ત સમય પૂરો પાડવા માટે, તમામ બેંકોએ 30 સપ્ટેમ્બર, 2023 સુધી નોટો સ્વીકારવા કહેવામાં આવ્યું છે.