અમદાવાદના પ્રેમીએ પ્રેમિકાના બાપ પાસે ફોડ્યો દીકરીનો ભાંડો, એક-બે નહિ પરંતુ ચાર ચાર હતા અફેર, જાણો સમગ્ર મામલો

અમદાવાદની 20 વર્ષીય યુવતીને 4-4 બોયફ્રેન્ડ્સ, પછી ખુલ્યું મોટું રહસ્ય

આજે કાલ પ્રેમ સંબંધોમાં એક તૂટતાં જ બીજો સંબંધ બંધાઈ જાય છે. ઘણા લોકોને આપણે એક કરતા પણ વધારે અફેર કરતા જોયા હશે, પરંતુ જો આ અફેરની ખબર યુવક કે યુવતીના માતા પિતાને પડી જાય તો તેમની હાલત કેવી થાય ? કારણ કે દરેક માતા પિતા માટે તેમનું સંતાન ખુબ જ વહાલું હોય છે અને તેમાં પણ જો કોઈ યુવતીના ઘરે ખબર પડે કે તેમની દીકરીના એક બે કરતા પણ વધારે અફેર છે તો ? (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

આવો જ કિસ્સો હાલ અમદાવાદમાંથી સામે આવ્યો છે. જેમાં એક પ્રેમીએ જ પોતાની પ્રેમિકાનો ભાંડો પ્રેમિકાના પિતા આગળ ફોડી નાખ્યો છે, અને તેમને બતાવ્યું છે કે તેમની દીકરીના એક બે નહિ પરંતુ ચાર-ચાર અફેર હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર આમદાવાદના શાહીબાગ વિસ્તારમાં રહેતી એક 20 વર્ષીય યુવતીના 4 અફેરનો ભાંડો તેના પ્રેમીએ ફોડ્યો છે. પ્રેમીએ તેની પ્રેમિકાના પિતાને કેટલાક સ્ક્રીનશોટ અને રેકોર્ડિંગ મોકલ્યા જેના કારણે પિતા પણ પોતાની દીકરીના આ અફેરની વાત સાંભળીને ચોંકી ઉઠ્યા હતા.


પ્રતીકાત્મક તસ્વીર

યુવકે વોટ્સએપ ચેટના કેટલાક સ્ક્રીનશોટ અને રેકોર્ડિંગ મોકલ્યા બાદ યુવતીના પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. પોતાની દીકરીના એક સાથે આટલા અફેર જોઈને તે પણ ડરી ગયા હતા.

સમાજમાં બદનામીના ડરના કારણે પિતા કોઈને આ વાત જણાવી શક્યા નહિ, પરંતુ પોતાની દીકરીને સમજાવવા માટે તેમને 181 અભયમની મદદ લીધી અને અભયમની દ્વારા દીકરીનું કાઉન્સિલિંગ કરી તેને સમજાવવામાં આવી હતી.


પ્રતીકાત્મક તસ્વીર

શરૂઆતમાં તો દીકરીએ પોતાના અફેરની વાતને નકારી દીધી હતી, પરંતુ કોલ રેકોર્ડિંગ અને સ્ક્રીનશોટ બતાવ્યા બાદ તેને પણ પોતાના આ અફેરની વાત સ્વીકારી હતી. અભયમની ટીમ દ્વારા દીકરીને પ્રેમથી રાખવા માટે પણ સમજાવવામાં આવ્યું હતું અને દીકરીએ પણ હવે કોઈ બોયફ્રેન્ડ સાથે સંબંધ નહીં રાખે તે રીતે સમાધાન કર્યું હતું.

Niraj Patel