સુરતમાં 20 મહિના બ્રેઈન ડેડ થયેલા રિયાંશનું અંગદાન કરીને 5 લોકોને મળ્યું નવજીવન, પરિવારે મહેકાવી માનવતા

બ્રેઈન ડેડ થયેલા 20 મહિનાના રિયાંશનું અંગદાન, કિડની, લિવર અને ચક્ષુના દાન થકી 5 બાળકોને મળ્યું નવજીવન

20 Months Child Declared Brain Dead : ગુજરાતમાં છેલ્લા  સમયથી ઘણા લોકો બ્રેઈન ડેડ થયેલા લોકોનું અંગદાન કરીને માનવતા મહેકાવતા હોય એવી ઘણી ઘટનાઓ સામે આવી ચુકી છે. ખાસ કરીને આવી ઘટનાઓ સુરતમાંથી વધુ સામે આવે છે, જેમાં પરિવાર દ્વારા કોઈ બ્રેઈન ડેડ વ્યક્તિનું અંગદાન કરીને અન્ય લોકોને નવ જીવન આપી માનવતા મહેકાવવામાં આવે છે. હાલ એક એવી જ ઘટના સુરતમાંથી સામે આવી છે, જેમાં 20 વર્ષના માસૂમનું બ્રેઈન ડેડ થતા જ તેના અંગોનું દાન કરીને 5 બાળકોને નવજીવન મળ્યું છે.

આકસ્મિક રીતે પહેલા માળેથી પડ્યો હતો રિયાંશ :

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર સુરતમાં આવેલા વીરપુર મંદિર પાસે પાલનપુર પાટિયા કેનાલ રોડ પર રહેતા યશ અજયકુમાર ગજ્જર એક ખાનગી બેંકના હોમ લોન વિભાગમાં સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે નોકરી કરે છે. ગત 28 ડિસેમ્બરના રોજ સાંજે 7:00 વાગ્યાના આસપાસ તેમનો 20 મહિનાનો દીકરો રિયાંશ આકસ્મિક રીતે ઘરના પહેલા માળેથી નીચે પડી ગયો હતો જેના કારણે તેને માથામાં ગંભીર ઈજા થઈ હતી. પરિવારજનો તેને તાત્કાલિક અમર ચિલ્ડ્રન હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા.

બ્રેઈન ડેડ થતા પરિવારે લીધો અંગદાનનો નિર્ણય :

પરંતુ હોસ્પિટલમાં સારવાર દરમિયાન 1લી જાન્યુઆરીના રોજ ડોકટરોની ટીમે રિયાંશને બ્રેનડેડ જાહેર કર્યો હતો. જેના બાદ રિયાંશના પિતા નિલેશભાઈએ રિયાંશના અંગદાન માટે સુરતની ડોનેટ લાઈફ સંસ્થાનો સંપર્ક કર્યો હતો. જેના બાદ ડોનેટ લાઈફની ટીમ હોસ્પિટલ પહોંચી હતી અને 20 મહિનાના રિયાંશના પિતા યશ ગજ્જર, માતા ધ્વની ગજ્જર, દાદા અજય ગજ્જર અને દાદી મેઘનાબેન ગજ્જર અને અન્યને અંગદાન સંબંધિત પ્રક્રિયા સમજાવી હતી.

5 બાળકોને મળ્યું નવજીવન :

જેના બાદ રિયાંશનો પરિવાર અંગદાન માટે સહમત થતા જ અંગદાનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. ડોનેટ લાઈફ ખાતે SOTTOનો સંપર્ક કરવામાં આવ્યો હતો. રિયાંશની બંને કિડની SOTTO દ્વારા અમદાવાદના IKRDCને આપવામાં આવી હતી. ROTTO દ્વારા મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં લિવરનું દાન કરવામાં આવ્યું હતું. પરિવારે હૃદય અને ફેફસાના દાન માટે સંમતિ આપી હતી પરંતુ બ્રેઈન ડેડ રાયન્સના બ્લડગ્રુપ ધરાવતા નાના બાળકોના નામ હૃદય અને ફેફસાં માટે નોંધાયેલા નહોતા, તેથી દાનની પ્રક્રિયા થઈ ન હતી.

Niraj Patel