મહેસાણામાં જોધપુર તરફ જઇ રહેલી લક્ઝરી બસ પલટી મારતાં મચી અફરાતફરી, લાશો પથરાઈ – ચિચિયારીઓથી ગુંજી ઉઠ્યો હાઇવે

ગુજરાતમાંથી અવાર નવાર ગમખ્વાર અકસ્માતના કિસ્સા સામે આવે છે. કેટલીકવાર આવા કિસ્સાઓમાં અનેક લોકો મોતને પણ ભેટતા હોય છે. ત્યારે છેલ્લા થોડા ઘણા સમયથી તો રોડ અકસ્માતની ઘટનામાં વધારો જોવા મળી રહ્યો છે. હાલમાં જ એક અકસ્માતની ઘટના સામે આવી, જેમાં એક મહિલા અને એક બાળકનું મોત થયું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતથી જોધપુર તરફ જઇ રહેલી લક્ઝરી બસના ડ્રાઈવરે મહેસાણાના નંદાસણ નજીક અચાનક સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને તેને કારણે બસ પલટી મારી ગઈ હતી. આ ઘટાને પગલે રાહદારીઓના ટોળે ટોળા પણ એકઠા થઈ ગયા હતા અને સ્થાનિકો દ્વારા પોલીસને જાણ કરાતા પોલીસ અને 108ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.

લક્ઝરી બસ પલટી જવાને કારણે ક્રેનની મદદથી બસમાં સવાર મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા. જો કે, આ અકસ્માતમાં એક મહિલા અને એક બાળકનું કરુણ મોત નિપજ્યુ છે. આ ઉપરાંત 6 લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે. જે લોકો આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયા છે તેમને સારવાર અર્થે કલોલની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જણાવી દઇએ કે, આ લક્ઝરી બસમાં 18થી 20 જેટલા મુસાફરો સવાર હતા.

હાલ તો પોલિસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. મહેસાણાના નંદાસણ નજીક ડ્રાઇવરે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા બસ પલટી મારી ગઇ અને તેને કારણે અફરાતફરીના દ્રશ્યો સર્જાયા હતા. બસમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યાં બાદ ત્રણ ક્રેનની મદદથી લક્ઝરીને રસ્તા પરથી દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

Shah Jina