પટેલ પરિવારની બે જુવાનજોધ દીકરીઓના મોતથી ધ્રુસકે-ધ્રુસકે રડ્યો પરિવાર, હે ભગવાન, શું મુસીબત આવી પડી હશે કે સગી બહેનોએ કરી લીધો આપઘાત, જાણો સમગ્ર મામલો

ગુજરાતમાંથી છેલ્લા ઘણા સમયથી આપઘાતની ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે હાલમાં વડોદરાના કરજણના ફતેપુરા ગામ પાસેથી પસાર થતી નર્મદા નદીમાં બે બહેનોના આપઘાતનો કિસ્સો સામે આવ્યો છે. શુક્રવારના રોજ બપોરથી રહસ્યમય રીતે ગુમ થનાર બંને બહેનોના મૃતદેહ નર્મદા નદીમાંથી મળી આવતાં ચકચાર મચી ગઇ હતી.

એવું કહેવાઇ રહ્યુ છે કે ઘરકંકાસને કારણે બંને બહેનોએ નર્મદા નદીમાં પડતું મૂક્યુ હતુ. હાલ તો આ મામલે કરજણ પોલીસે ગુનો દાખલ કર્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, વડોદરાના કરજણ તાાલુકાના ફતેપુરા ગામના પ્રવિણભાઈ પટેલની બે દીકરીઓ 19 વર્ષિય ડિમ્પલ અને 17 વર્ષિય સિદ્ધિ શુક્રવારે બપોરે ઘરેથી નીકળી હતી પણ મોડે સુધી બંને પરત ન ફરતા પરિવારજનોએ તેમની શોધખોળ કરી હતી,

જે બાદ બંનેનો કોઇ કોઈ પત્તો ન લાગ્યો. ત્યારે આ દરમિયાન બંનેના મૃતદેહ નર્મદા નદી પર તરતા જોઈ પરિવારને જાણ કરાઇ અને સ્થાનિક માછીમારો દ્વારા બંનેના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા. બંને દીકરીઓના મૃતદેહ જોઈ તો પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો. આ ઉપરાંત તેમના કરુણ આક્રંદથી વાતાવરણ પણ ગમગીન બની ગયુ હતું.

ઘટનાની જાણ કરજણ પોલીસને કરવામાં આવતાં પોલિસ દોડી આવી અને બંને બહેનોના મૃતદેહોનો કબજો લઇ પીએમ મોટા મોકલી આપ્યો હતો. જો કે, આપઘાતનું કારણ ઘરકંકાસ હોવાનું હાલ કહેવામાં આવી રહ્યુ છે.

Shah Jina