વડોદરા બોટ કાંડમાં જો આ બે મોટી ભૂલો ન થઇ હોત તો બધા બાળકો બચી જાત, હવે તો ચેતજો જ

વડોદરા આ ભયાનક ઘટના મામલે સૌથી મોટો ખુલાસો સામે આવી રહ્યો છે. આ મેટર પર એક શિક્ષિકાએ જણાવ્યું કે, અંગ્રેજી માધ્યમના બાળકો તળાવમાં ડૂબ્યા હતા. ગુજરાતી માધ્યમના બાળકો બચી ગયા છે. બાળકો પરત આવતા હતા ત્યારે દુર્ઘટના બની હતી. કુલ 82 બાળકો પ્રવાસે ગયા હતા. 60 બાળકો સહી સલામત બહાર આવી ગયા હતા.

આ દુર્ધટનામાં કોણ જવાબદાર છે? એક ખુલાસો થતા ખબર પડી છે કે મુખ્ય કોન્ટ્રાક્ટર પરેશ શાહ ફરાર હોવાનું સામે આવ્યું છે. ત્યારે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બંને આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. તો બીજી તરફ પોલીસને હરણી લેક ઝોનના ઘટના પાસેના સીસીટીવી ફૂટેજ પણ મળ્યા છે.

આ આખા મામલે ખુલાસો થયો છે કે બે મોટી ભૂલોને કારણે બોટ ટ્રેજેડી સર્જાઈ હોવાનું સામે આવ્યું છે. પહેલી વાત તો એ છે કે લાઈફ જેકેટ વગર નિર્દોષ બાળકોને બોટમાં બેસાડાયા હતા અને બીજું એ કે ખમી શકે તેના કરતાં પણ વધારે બાળકોને બોટમાં ઠાંસવામાં આવ્યાં હતા.

તમને જણાવી દઈએ કે વડોદરાની ન્યૂ સનરાઈઝ સ્કૂલના 23થી વધુ માસુમ બાળકો ટીચર સાથે તળાવમાં પિકનીક મનાવવા પર આવ્યાં હતા પરંતુ બોટમાં કેપેસીટી કરતા વધુ બાળકોને બેસાડાયા હતા અને તેને કારણે તળાવના રાઉન્ડ વખતે બેલેન્સ ખોરવાતાં બોટ ઊંધી થઈ ગઈ હતી

જેમાં 23 વિદ્યાર્થીઓ અને 4 શિક્ષકો ડૂબ્યાં હતા જોકે તાબડતોબ શરુ કરાયેલા રેસ્ક્યૂ ઓપરેશનમાં 10 બાળકો અને 2 ટીચરને બચાવી લેવાયા હતા જ્યારે 12થી વધુ વિદ્યાર્થીઓના મોત થયાં હતા.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

YC