બે ગુજરાતીઓ પડ્યા આખી દુનીયાપર ભારી, દુબઇ ઇન્ટરનેશનલ પાવરલિફ્ટિંગ સ્પર્ધામાં દેશ માટે જીત્યા ગોલ્ડ, વિશ્વ ફલક પર નામ કર્યું રોશન, જુઓ

સુરતના ફૈઝાન પટેલ અને ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચની મિત્તલ પરમારે દુબઈમાં ગુજરાતને અપાવ્યું ગૌરવ, ઇન્ટરનેશનલ પાવર લિફ્ટિંગમાં જીત્યા ગોલ્ડ મેડલ

2 Gujaratis won Gold in UAE Powerlifting : ભારતના ઘણા ખેલાડીઓ છે જેમને દેશમાં જ નહિ દુનિયામાં પણ પોતાની આગવું નામ બનાવ્યું છે. જેમાં ઘણા ગુજરાતીઓના નામ પણ સામેલ છે અને તેમને પણ વિશ્વ ફલક પર ગુજરાતની સાથે સાથે દેશનું નામ પણ રોશન કર્યું છે. ત્યારે હાલ એક એવી જ ખબર સામે આવી છે, જેમાં બે ગુજરાતી ખેલાડીઓએ ગુજરાત અને ભારતને ગૌરવ અપાવ્યું છે.

દુબઈમાં યોજાઈ હતી સ્પર્ધા :

દુબઈમાં યોજાયેલ ઇન્ટરનેશનલ પાવરલિફ્ટિંગ સ્પર્ધામાં 8 દેશોના સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં ભારતમાંથી જ 20 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ 20 સ્પર્ધકોમાં 2 ગુજરાતી પણ સામેલ હતા. જેમાં સુરતના ફૈઝાન પટેલ અને ગાંધીનગર ક્રાઈમ બ્રાન્ચમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવી રહેલા મિત્તલ પરમાર પણ સામેલ હતા.

2 ગુજરાતીઓએ જીત્યા ગોલ્ડ :

U.A.E આંતરરાષ્ટ્રીય પાવરલિફ્ટિંગ ચેમ્પિયનશિપનું આયોજન ભારતીય પાવરલિફ્ટિંગ ફેડરેશન તરફથી કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધા 20મી જુલાઈથી 23મી જુલાઈ 2023 દરમિયાન યોજાઈ હતી. ત્યારે આ સ્પર્ધામાં ગુજરાતના બંને ખેલાડીઓ ઝળક્યા હતા. જેમાં સુરતના ફૈઝાન પટેલ અને ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવી રહેલા મિત્તલ પરમારે ગોલ્ડ મેડલ જીત્યા હતા.

વિશ્વ ફલક પર નામ કર્યું રોશન :

આ બંને ખેલાડીઓએ ગોલ્ડ મેડલ જીતીને વિશ્વ ફલક પર ભારતનું નામ રોશન કર્યું છે. ત્યારે આ બાબતે ફૈઝાન પટેલે જણાવ્યું હતું કે આ સ્પર્ધા એટલા માટે ખાસ હતી કે આ સ્પર્ધામાં તમે કોઈ સ્ટીરોઈડ વાપરી ના શકો. 6 મહિના પહેલા પણ જો તમે વાપર્યું તો પણ ડોપિંગ ટેસ્ટમાં પકડાઈ શકે છે. આ સ્પર્ધા માટે તમારે 1 વર્ષ પહેલાથી એકદમ ક્લીન રહેવું પડે અને નેચરલી તમારે રમવાનું છે.”

ફૈઝાન પટેલ સાથે થઇ વાત :

તેમને આગળ જણાવ્યું કે, “દેશભરમાં ઘણા બધા લિફ્ટરઑ છે,સુરતમાં પણ ઘણા લિફ્ટર છે, પરંતુ જયારે ડોપિંગ ટેસ્ટની વાત આવશે ત્યારે તે રમવા માટે નહિ આવે. કારણ કે બધા સ્ટીરોઈડ લઈને જ લિફ્ટિંગ કરે છે. હું છેલ્લા 2 વર્ષથી તેની તૈયારી કરી રહ્યો હતો. તેના માટે મેં ટ્રીટમેન્ટ કરી, બોડીને ક્લીન કરી અને પછી પ્રેક્ટિસ શરૂ કરી. જેના બાદ મેં એકદમ નેચરલ રીતે જ આ ગોલ હાંસલ કર્યો છે.

Niraj Patel