રૂપ રૂપનો અંબાર એવી આ 18 વર્ષની યુવતીને 61 વર્ષના વ્યક્તિમાં દેખાયો આ ગુણ, થઇ ગયો પ્રેમ અને કરી લીધા લગ્ન, વાયરલ થયો વીડિયો

એવું કહેવાય છે કે પ્રેમ ના જાતિના બંધનોમાં બંધાય છે કે ના ઉંમરના બંધનોમાં. છેલ્લા થોડા સમયમાં સોશિયલ મીડિયામાં એવી એવી પ્રેમ કહાનીઓ સામે આવી રહી છે કે તેને જોઈને ખરેખર માથું પકડી લેવાનું મન થાય. ઘણા લોકો પોતાનાથી કેટલાય ઘણી મોટી ઉંમરના વ્યક્તિના પ્રેમમાં પડે છે અને તેમની સાથે લગ્ન પણ કરતા હોય છે.

હાલ એક એવી જ પ્રેમ કહાની સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. જેમાં 18 વર્ષની યુવતીને એક 61 વર્ષના વ્યક્તિ સાથે પ્રેમ થઇ ગયો અને બંનેએ લગ્ન પણ કરી લીધા. આ મામલો સામે આવ્યો છે પાકિસ્તાનમાંથી. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

61 વર્ષીય રાણા શમશાદના લગ્ન 18 વર્ષની આશિયા સાથે થયા જે હાલ ખુબ જ ચર્ચામાં છે.  રાણા શમશાદ રાવલપિંડીના રહેવાસી છે. તેણે તેની ઉંમર કરતા 43 નાની આશિયા સાથે લગ્ન કર્યા છે. આખરે બંને વચ્ચે પ્રેમની શરૂઆત કેવી રીતે થઈ? આ વિશે આશિયાએ એક યુટ્યુબ ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું, ‘તે (રાણા શમશાદ) અમારા વિસ્તારમાં ગરીબ છોકરીઓના લગ્ન કરાવતો હતો, મને તેની આદત ગમી હતી.’

આશિયાએ વધુમાં જણાવ્યું કે તેઓ બે વખત મળ્યા પણ હતા. સ્થાનિક લોકો પણ તેમના વિશે સારી વાતો કરતા હતા. આ પછી તેણે નક્કી કર્યું કે તે શમશાદ સાથે લગ્ન કરશે. શમશાદે કહ્યું કે તે પોતાની જાતને ખૂબ જ ભાગ્યશાળી માને છે કે તેને આ ઉંમરે જીવનસાથી મળી છે. તેણે કહ્યું, આશિયા મારું ખૂબ ધ્યાન રાખે છે.

આ ઉપરાંત આશિયાએ કહ્યું, શમશાદ પણ તેનું ખૂબ ધ્યાન રાખે છે. આશિયાએ કહ્યું, ‘તેને જે જોઈએ છે તે લાવે છે. તેઓ મારા પરિવારને પણ મદદ કરે છે. શમશાદે જણાવ્યું કે તેમના લગ્ન વિશે સાંભળ્યા પછી ઘણા સંબંધીઓએ તેમના મોઢા બગાડ્યા. લોકો ગમે તેમ જીવવા દેતા નથી. કોઈ અડચણ ઊભી કરવાનો પ્રયાસ કરે છે. લોકો ઉંમરના તફાવતને લઈને અસ્વસ્થ હતા.

આ ઈન્ટરવ્યુ દરમિયાન જ્યારે આશિયાને પૂછવામાં આવ્યું કે આટલી નાની ઉંમરમાં મોટી ઉંમરના પુરુષ સાથે લગ્ન કરવાની શું જરૂર હતી, તો આશિયાએ કહ્યું, ‘સંબંધીઓ હજુ પણ કહેતા રહે છે, લોકો ગમે તેમ કરીને વાત કરવામાં પાછળ પડતા નથી. હું જ્યારે પણ વિસ્તારમાં જાઉં છું ત્યારે લોકો કહે છે કે તમે તેમાં શું જોયું?’ આશિયાએ કહ્યું કે તે લોકોને સમજાવી શકતી નથી અને  આ બાબતોની ચિંતા પણ નથી કરતી.

Niraj Patel