આજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે ધનલાભ – 18 ફેબ્રુઆરી 2020

0

1. મેષ – અ, લ ,ઈ (Aries):
આવક વધવાથી પરિવારના સભ્યોની ઈચ્છા તમે પૂર્ણ કરી શકશો. જીવનસાથી તરફથી સહકાર મળશે જેનાથી તમને ચાલી રહેલ મુશ્કેલીનો અંત આવશે. વિદ્યાર્થી મિત્રો માટે આજે સામાન્ય દિવસ છે પણ જે મિત્રો વિદેશ ભણવા જવા પ્રયત્ન કરી રહ્યા છે તેમની માટે સારા સમાચાર આવશે. આજે વાદ વિવાદથી દૂર રહેવાનો દિવસ છે કોઈપણ બહારના ઝઘડામાં પડશો નહિ તેના કારણે તમારા ઘરમાં કોઈ અણબનાવ બનવાની શક્યતાઓ વધી જાય છે. તમારા જીવનસાથીની તબિયત આજે નરમ ગરમ રહી શકે છે તો એમને તમારી સહાનુભૂતિ આપો. આજે તમારે મગજને બહુ તકલીફ આપવાની નથી કોઈપણ વાત કે નિર્ણય કરવા માટે તમારે તમારા હૃદયની વાત સંભાળવાની છે.
શુભ અંક : ૯
શુભ રંગ : નારંગી

2.વૃષભ – બ, વ, ઉ (Taurus):
આર્થિક પરીસ્થિતિમાં સકારાત્મક પરિવર્તન આવી શકે છે. શેર બજાર અને કોમોડિટી બજારથી ધાર્યા કરતા વધારે ફાયદો થશે. આજે તમારે તમારામાં પોઝીટીવ એનર્જી બનાવી રાખવાની છે. આજે તમારા શત્રુઓ તમારું ધ્યાન તમારા કામથી હટાવવા પ્રયત્ન કરશે પણ તમારું ધ્યાન આજે તમારા લક્ષ્ય પર હોવું જોઈએ. આજે જીવનસાથી સાથે કોઈ નાનકડી વાતે વિવાદ થઇ શકે છે. આજે ઘરમાં ઉભી થયેલી મૂંઝવણનું સમાધાન કરો. આજે સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું, બની શકે તો પુરતો આરામ અને યોગ્ય ભોજન લેવાનું રાખો. વેપારી મિત્રો આજે પોતાના મહત્વના કામ પૂર્ણ કરી શકશે, તમારા કર્મચારીઓની મહેનત આજે રંગ લાવશે. ધનલાભ થવાના યોગ છે.
શુભ અંક : ૮
શુભ રંગ : લીલો

3. મિથુન – ક, છ, ઘ (Gemini):
આજના દિવસની શરૂઆત બાળકો અથવા તમારા મનપસંદ વ્યક્તિના ચહેરાને જોઇને કરો. આજના દિવસની શરૂઆત ધમાકેદાર રહેશે. ઓફિસમાં આજે તમારા દરેક અટકેલા પ્રોજેક્ટ પૂર્ણ થશે. આજે રસ્તો ક્રોસ કરો ત્યારે બાળકોની અને તમારી જાતની તકેદારી રાખજો. પ્રેમીઓ માટે આજનો દિવસ આમ તો સારો છે પણ ક્યારેક તમારી વધારે પડતી કેર તમારા પ્રિયજન તમને ઇગ્નોર ના કરે. જે પણ મિત્રોને જીવનસાથી સાથે કોઈ અણબનાવ બનેલો છે તેમણે આજે તમારા જીવનસાથીને મનાવી લેવા જોઈએ. આજે કોઈપણ રોકાણ કરવાનું નથી.
શુભ અંક : ૩
શુભ રંગ : નારંગી

4. કર્ક – ડ, હ (Cancer):
આજે તમારા પ્રિયપાત્ર સાથે થોડી ખાટીમીઠી બોલાચાલી થશે તો એ પ્રેમભરી વાતોનો આનંદ માણો. આજની સાંજ પરિવાર સાથે વિતાવો, આજે વેપાર કરતા મિત્રો માટે પણ ઉત્તમ દિવસ છે. જો તેઓ પોતાનો બિઝનેસ વિદેશમાં કરવા માંગે છે તો આજથી શરૂઆત કરવી જોઈએ. યોગ્ય અને અનીભાવી મિત્રોની સલાહ લેવાનું રાખો. આજે પૈસાનો વ્યવહાર કરતા પહેલા સો વાર વિચાર કરજો, તમારી નજીકના કોઈ વ્યક્તિને પૈસાની તાત્કાલિક જરૂરત ઉભી થશે અને એ તમને કોન્ટેક્ટ કરી શકે છે. આવનારો સમય તમારા દરેક દુખોને દૂર કરી દેશે. પોઝીટીવ રહો આજે કોઈપણ જાતનો નેગેટીવ વિચાર મનમાં લાવવાનો નથી.
શુભ અંક : ૫
શુભ રંગ : પીળો

5. સિંહ – મ, ટ (Lio):
આજનો દિવસ તમારે ખૂબ સાવધાનીથી પસાર કરવાનો છે કોઈની પણ વાતમાં આવીને તમારાથી ખોટું પગલું ભરાઈ ના જાય તેનું ધ્યાન રાખજો. આજે તમારે કોઈપણ નિર્ણય એકલાહાથે લેવાનો નથી આજે કોઈ નજીકના મિત્ર અથવા તો પરિવારના વડીલોની સલાહ લઈને જ નિર્ણય કરજો. તમારો એક ખોટો નિર્ણય તમારી મુશ્કેલી વધારી દેશે. આજે તમને પૈસાની તંગીનો પણ અનુભવ થશે તો આજે તમારે કોઈપણ જાતના નેગેટીવ વિચાર કરવાના નથી. તમે પૈસા કેવીરીતે કમાવવા તેના અવનવા રસ્તા શોધો. અને ઈશ્વરનું નામ અને વડીલોના આશીર્વાદથી કામ શરુ કરો. પરિવારનો પ્રેમ અને સહકાર તમને આગળ આવવામાં મદદ કરશે.
શુભ અંક : ૮
શુભ રંગ : આસમાની

6. કન્યા – પ, ઠ, ણ (Virgo):
આજે તમે જીવનસાથીથી દૂર હશો પણ તમે મિત્રો સાથે આનંદમાં સમય વિતાવી શકશો. બહારના ખાવા પીવામાં થોડું ધ્યાન રાખવું, સ્વાસ્થ્ય પર અસર કરી શકે છે. આજનો દિવસ તમારો અત્યાર સુધી મિત્રો સાથે વિતાવેલા દિવસોમાં સુંદર યાદ બની રહેશે. વેપાર મિત્રોએ ભાગીદારથી સાવધાની રાખવી ક્યાંક એ તમારા કામને નુકશાન નથી કરી રહ્યા એની નોંધ રાખો. ચિંતા એ ચિતા સમાન છે એટલું યાદ રાખો અને આગળ વધતા રહો.
શુભ અંક : ૧
શુભ રંગ : લાલ

7. તુલા – ર, ત (Libra):
આજે ઘરમાં લાંબા સમયથી ચાલી રહેલ કોઈ વિવાદનો અંત આવશે. આજે તમારી મુલાકાત કોઈ ખાસ વ્યક્તિ સાથે થશે જેનાથી તમને ભવિષ્યમાં ઘણો ફાયદો થશે. નોકરી શોધી રહેલ મિત્રો માટે આજે સારો દિવસ છે. આજે નોકરી બદલવા માંગતા મિત્રોએ થોડી રાહ જોવાની જરૂરત છે. તમારી ઈમાનદારી અને કામ કરવાની ક્ષમતા તમને સફળતા આપવશે. આજે સ્વાસ્થ્યની વિશેષ કાળજી રાખવાની જરૂરત છે. પારિવારિક જીવન સુંદર બનશે. મિત્રો સાથે બહાર જવા માંગો છો તો આજનો દિવસ સુંદર છે. આજે જીવનસાથી સાથે થોડી બોલચાલ થઇ શકે છે, તણાવને કારણે માથાનો દુખવો થઇ શકે છે.
શુભ અંક : ૯
શુભ રંગ : લીલો

8. વૃશ્ચિક – ન, ય (Scorpio):
લોકો સમક્ષ વાતો કરો ત્યારે તમારા વર્તન અને બોલવામાં ધ્યાન આપો ક્યાંક તમારા વર્તનથી એ લોકો દુઃખી ના થઇ જાય. આજે તમે ટોળામાં આકર્ષણનું કેન્દ્ર રહેશો લોકો તમારા કામથી પ્રભાવિત થશે અને તમારું ભવિષ્ય ઉજ્વળ બને એવું કાર્ય થશે. આજે તમારા પ્રેમ માટે પણ યોગ્ય સમય છે જો કોઈને પ્રપોઝ કરવા માંગતા હોવ તો નાનકડી ભેટ સાથે પ્રપોઝ કરી દો. બહારના ખાવા પીવામાં થોડું ધ્યાન રાખવું, સ્વાસ્થ્ય પર અસર કરી શકે છે. ઘરના સમાનને લગતી ખરીદી કરવાનો યોગ છે પણ ક્યાંક વધારાની અને બિનજરૂરી વસ્તુઓમાં ખર્ચ વધી ના જાય એની સાવધાની રાખજો.
શુભ અંક : ૨
શુભ રંગ : પીળો

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):
કોઈપણ આર્થિક નિર્ણય કરતા પહેલા તમે સો વાર વિચાર કરજો. સ્વાસ્થ્યમાં પણ થોડી સાવચેતી રાખવાની આજે જરૂરત છે આજે ઘરમાં નાની નાની વાતે કોઈ મોટો ઝઘડો થવાની શક્યતાઓ છે. આજે તમારે કોઈ જુના અને એકલા પડી ગયેલા મિત્રોએ સાથ આપવાનો છે તેમને ખુશ રાખવા સતત પ્રયત્નો કરો. સાંજે પરિવાર સાથે બહાર જાવ અને બધાને ખુશ કરી દો. શરીર ગમે એટલું દુખી હોય મનથી દુખી થવાની જરૂરત નથી. આજે નહિ તો કાલે યોગ્ય સમય આવીને જ રહેશે. પૈસાની સમસ્યાનું સમાધાન થતું જોવા મળશે.
શુભ અંક : ૪
શુભ રંગ : આસમાની

10. મકર – જ, ખ (Capricorn):
ઘરના કાર્ય અને પરિવારજનોના કાર્યમાં આજે તમારી શક્તિ અને પૈસાનો વ્યય થશે પણ આજે ઘરના દરેક સભ્યો તમારી સેવાથી ખુબ ખુશ હશે. આજે કોઈપણ કાર્યથી કંટાળશો કે હતાશ થશો નહિ. આજે તમારા પ્રેમ માટે પણ યોગ્ય સમય છે જો કોઈને પ્રપોઝ કરવા માંગતા હોવ તો નાનકડી ભેટ સાથે પ્રપોઝ કરી દો. જે મિત્રો ઘરે બેઠા કે પછી પોતાનો કોઈ બીઝનેસ કરે છે તેમને આજે રવિવારે પણ થોડું વધારાનું કામ કરવું પડશે પણ એમાં ધનલાભ છે એટલે તમારા ઉત્સાહમાં વધારો થશે.
શુભ અંક : ૩
શુભ રંગ : જાંબલી

11. કુંભ – ગ, શ, સ (Aquarius):
આજે કોઈપણ કારણોસર તમને આઘાત લાગી શકે છે તો એનો ગુસ્સો તમારે બાળકો અને પરિવારજનો પર નથી કરવાનો. આજે તમને કોઈ સારી જોબ ઓફર કે પછી વેપાર વધે એની માટેની તક મળે તો તેની સંપૂર્ણ માહિતી પહેલા ભેગી કરજો અને પછી જ યોગ્ય નિર્ણય કરજો. આજે રસ્તો ક્રોસ કરો ત્યારે સાવચેત રહેજો આજે અકસ્માતના યોગ બની રહ્યા છે તો તકેદારીમાં જ સમજદારી છે. આજે તમારા વર્તન અને વ્યવહારથી કોઈ દુખી ના થાય એ ધ્યાન રાખજો. તમારાથી નાના વ્યક્તિઓ ઉંમરમાં હોય કે પૈસાથી એમની ધ્રુણા કરશો નહિ.
શુભ અંક : ૫
શુભ રંગ : લાલ

12. મીન – દ, ચ, જ, થ (Pisces):
આજે તમે જેટલું પણ કામ પૂર્ણ કરવાનું વિચાર્યું છે તેમાં બાધા આવશે. ઓફિસમાં કામના વધારાના કારણે માથાનો દુખાવો રહેશે. આજે કોઈપણનું પૈસાનું નુકશાન થાય એવી સલાહ આપતા પહેલા વિચારજો. શેર માર્કેટમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો લાંબાગાળે થતા ફાયદામાં રોકાણ કરો. મહિલા મિત્રો માટે આજનો દિવસ કૈક નવીન કરવાનો દિવસ છે. આજે સાંજનો સમય પરિવાર સાથે વિતાવો.
શુભ અંક : ૧
શુભ રંગ : આસમાની

આજે જે મિત્રોનો જન્મ દિવસ છે તેમની માટે ખાસ.
જે મિત્રોનો આજે જન્મદિવસ છે તેમને પહેલા તો ઘણીબધી શુભેચ્છાઓ, ઈશ્વર તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરવાની તમને શક્તિ આપે એવા આશીર્વાદ. હવે વાંચો આજથી તમારે આ વર્ષે શું કરવાનું છે અને શું નથી કરવાનું કઈ વાતોનું ધ્યાન રાખશો કે જેથી આ આખું વર્ષ તમારું સુખદ બની શકે.

સ્વાસ્થ્ય – આ વર્ષે તમારા પર જે મુસીબત આવવાની છે તેનાથી બચવા માટે ગરીબ બાળકોની સેવા કરો કોઈ તકલીફમાં હોય તો એની મદદ કરો જેનાથી તમારી આવનારી મુશ્કેલી ઓછી થઇ જશે. જીવનસાથી તરફથી આ વર્ષે તમને પુરતો સપોર્ટ મળશે. તારા ઓળખીતા દરેક મિત્રો અને પરિવારજનો તમારા વખાણ કરશે.

નોકરી-ધંધો – આ વર્ષે આવકના અનેક રસ્તાઓ તમારી સામે આવશે. જો નોકરી કરતા મિત્રો પોતાનું પ્રમોશન કરાવવા માંગે છે તો તેમણે તમારા ઉપરી અધિકારી સાથે સારા સંબંધ રાખવાના રહેશે. ઓફિસમાં કોઈને તમારા વ્યવહારથી દુખ પહોંચે નહિ તેની તકેદારી રાખવી.

કૌટુંબિક-પારિવારિક – જે મિત્રો પોતાના જીવનસાથીની શોધમાં છે તેમની માટે આ વર્ષ મિશ્ર ફળદાયી રહેશે. તમારી સામે હશે તમારો જીવનસાથી પણ તમે તેને ઓળખી શકશો નહિ. જો કોઈને પ્રપોઝ કરવાની તૈયારી કરી રહ્યા હોવ તો આ વર્ષ તમારા માટે સારું છે તો યોગ્ય સ્થળ અને સમય જોઇને તેમને પ્રપોઝ કરો.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.