ખબર

BREAKING: હવે 18થી44 વર્ષના લોકોને કોરોના વેક્સિન લેવા માટે અગાઉ રજીસ્ટ્રેશન જરૂરી નથી, પણ…

હાલમાં દેશ કોરોનાની બીજી લહેરનો સામનો કરી રહ્યો છે અને હવે આ મહામારીથી બચવા માટે એકમાત્ર ઉપાય કોરોના વેક્સિન છે. અત્યાર સુધી તો 18થી 44 વર્ષના લોકોને વેક્સિન માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવુ પડતુ હતુ પરંતુ હવે તે કેંદ્ર સરકારે હટાવી દીધુ છે.

હવે 18થી44 વર્ષના લોકોને સ્થળ પર જ વેક્સિન મળશે અને આ લોકો માટે હવે ઓનસાઇટ રજીસ્ટ્રેશન થશે, આમ તો ઓનલાઇન પણ રજીસ્ટ્રેશન તો થઇ જ શકશે. સરકાર દ્વારા કરવામાં આવેલી જાહેરાત માટે હવે 18થી44 વર્ષના લોકોને રસી લેવા માટે હવે અગાઉથી રજિસ્ટ્રેશન કરાવવાની જરૂર નથી.

આ સુવિધા હાલ તો માત્ર સરકારી કોરોના રસીકરણ કેન્દ્ર માટે જ છે, ખાનગી કોવિડ રસીકરણ માટે નથી. જો કે, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વાર રાજયો અને કેંદ્રશાસિત પ્રદેશોને એ સલાહ આપવામાં આવી છે કે, રસીકરણ કેંદ્ર પર ભીડભાડથી બચવા માટે ઓનસાઇટ રજીસ્ટ્રેશન અને એપોઇનમેન્ટ શરૂ કરતા વધારે સાવચેતી રાખવી જરૂરી છે.

ગુજરાતમાં હાલ આ નિયમ લાગુ નહીં થાય: આરોગ્ય સચિવ ડૉ. જયંતિ રવીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે રાજ્ય સરકાર દ્વારા હાલ જે રીતે વેક્સિનેશનની પ્રક્રિયા પ્રાયોર રજીસ્ટ્રેશનથી સ્થળ, સમય અને તારીખ આપીને કરવામાં આવે છે તે જ પ્રક્રિયા હાલ રાજ્યમાં યથાવત છે. વેબસાઇટ અને એપના માધ્યમથી રજીસ્ટ્રેશનની પદ્ધતિ છે તે યથાવત રાખેલી છે.